________________
પાણીની જેમ પ્રભુ અને પ્રભુની વાણી પણ ચોથા આરાની જેમ આજે પણ પોતાનું કામ કરે જ છે. જ્યારે રાગદ્વેષથી મન ગ્રસ્ત હોય છે ત્યારે અકળામણ અને ઉદ્વેગ વધી જાય છે. આવું થાય ત્યારે પ્રભુનામનો સહારો લેજો.
પ્રભુનામનો મહિમા પ્રસ્થાપિત કરવા જ બીજું આવશ્યક (ચતુર્વિશતિ સ્તવ) દાખલ કરવામાં આવ્યું છે.
નામ-નામીનો અભેદ છે. આથી જ આપણા નામની પ્રશંસાથી હરખાઈએ છીએ, નિંદાથી અકળાઈએ છીએ.
સ્વ-નામ સાથે આપણે આટલું તાદામ્ય સાધેલું છે એમાંથી છૂટવા પ્રભુ-નામ-જાપ આવશ્યક છે.
કોઈએ કોઈ વ્યક્તિનું નામ કહ્યું ને તરત જ એ વ્યક્તિની આકૃતિ આપણા માનસમાં ઝળકે છે. નામની સાથે આકાર અનિવાર્યપણે સંકળાયેલો છે. આથી જ નામ પછી સ્થાપનાનિક્ષેપો છે.
પૂ.કનકસૂરિજી ! નામ બોલતાં જ આકૃતિ યાદ આવે. માત્ર આકૃતિ જ નહિ, ગુણો પણ યાદ આવે. નિઃસ્પૃહતા, વાત્સલ્ય, વિધિપ્રેમ, કરુણા વગેરે ગુણો યાદ આવે. અહીં પણ પ્રભુના નામ + સ્થાપના દ્વારા પ્રભુના ગુણો યાદ આવે.
યોગનો પ્રારંભ પ્રભુ-નામથી થાય. આ પ્રીતિયોગ થયો. પ્રેમ ગાઢ બને ત્યારે ભક્તિયોગ આવે. ભક્તિયોગ ગાઢ બને ત્યારે વચનયોગ આવે. વચનયોગ ગાઢ બને ત્યારે અસંગ યોગ આવે.
મહાનિશીથના જોગ ૪ મહાત્માને ચાલે છે. આ વર્ષે જ અથથી ઇતિ સુધી મહાનિશીથ ફરી વાંચ્યો. પ્રભુ-નામ (નવકાર) પ્રભુ-ગુણો વગેરેનું વર્ણન વાંચતાં રોમાંચ હર્ષિત થાય. માટે જ સૌ પ્રથમ નવકાર આપવામાં આવે છે. નવકાર એટલે અક્ષરમય પંચ પરમેષ્ઠીઓ ! ભૌતિક દેહ ભલે ન હોય, અક્ષર દેહ છે જ. અક્ષર એટલે જ કદી ક્ષરે નહિ, ખરે નહિ.
નવકાર એટલે પ્રભુ - નામ ! નવકાર એટલે ગુરુ- નામ !!
નવકાર એટલે ગુણીઓના ગુણનું કીર્તન !!! કહે કલાપૂર્ણસૂરિ-૧ * * * * *
# ' = = * * * * * * * * ૨૮૯
કહે