________________
૧૧ રીક્ષા પ્રભંળ, મુખ્ય (જી) વિ.સં. ૨૦૨૮, માય શુ. ૨૪., વિ. ૨૨-૨-૨૬૭૨
ભાદરવા સુદ ૧૨ ૨૨-૦૯-૧૯૯૯, બુધવાર
આગમ વાંચનમાં સરળતા પડે, એના રહસ્યો સમજાય, માટે હરિભદ્રસૂરિજી આદિએ પ્રકરણ ગ્રંથોની રચના કરી છે.
ગર્ભમાં જ પર્યાપ્ત પૂરી થઈ ગયા પછી આપણી અંદર સંસ્કારો પડવા લાગે છે. માતાનું મન, આસપાસનું વાતાવરણ વગેરે બધાની અસર પડે છે.
ડૉકટર પણ દૂર કરી નથી શકતા તે કેન્સરાદિ રોગો પ્રભુ નામ-સ્મરણથી દૂર થાય છે, એમ હવે ડૉકટર પણ કબૂલ કરતા થયા છે. ડૉકટર કહે છે : દર્દી જો પ્રસન્ન ન રહે, જીવવાનું ન ઈચ્છે તો અમારી દવાઓ પણ એને બચાવી ન શકે.
ચિત્ત પ્રસન્નતા પ્રભુ-નામ સ્મરણથી મળે છે. જે ક્રોડો ડોલરથી પણ ક્યાંય મળી શકે નહિ.
સાધુ-સાધ્વી કેમ આટલા રોગગ્રસ્ત હોય છે ? માનસિક વિચારો તપાસવા જરૂરી છે. દ્વેષીલી પ્રકૃતિ, માયાવી સ્વભાવ
કહે કલાપૂર્ણસૂરિ-૧ * *
૨૦૯