________________
ઈત્યાદિ પણ રોગમાં ભાગ ભજવે છે.
કષાયો ભાવરોગ છે જ.
મનની પ્રસન્નતા લાખો રૂ.માં પણ ન મળે તેવી દવા છે. મનની પ્રસન્નતા હોય તો દ્રવ્ય-ભાવ રોગ રહી જ ક્યાંથી શકે ?
કદાચ દ્રવ્યરોગ આવી જાય તો પણ મનની પ્રસન્નતા ખંડિત ન જ થાય ને ? સનકુમાર ચક્રવર્તીને યાદ કરો. પોતાની થુંકમાં જ રોગ નિવારક શક્તિ હોવા છતાં ક્યારેય એનો ઉપયોગ ન કર્યો. ૭૦૦ વર્ષ સુધી પ્રસન્નતાપૂર્વક રોગો ભોગવતા રહ્યા.
આ રીતે રોગ પણ કર્મ-નિર્જરામાં સહાયક બને છે. કર્મો ભોગવવાનો ઉત્તમ અવસર છે, એમ માનીને આવેલા રોગોને વધાવી લેવા.
આપણને આવેલા રોગો એ આપણા જ કર્મોનું ફળ કે બીજા કોઈનું ફળ ? “કોઈએ આમ કરી નાખ્યું” ઈત્યાદિ વાત પર વિશ્વાસ બેસે તો કર્મ સિદ્ધાન્ત પચ્યો નથી, એમ માનવું.
આપણા કેવા કર્મો ન હોય તો કોઈ કશું જ બગાડી શકે નહિ. બીજા માત્ર નિમિત્ત જ બને છે.
| તીર્થકરના કહ્યા પ્રમાણે ચાલનાર મુનિઓને આ જ ભવમાં લબ્ધિ-સિદ્ધિઓ પ્રગટે છે. એ લબ્ધિ-સિદ્ધિ વેડફી નાખવા માટે નથી. એનો અયોગ્ય પ્રયોગ નહિ કરવાની શક્તિ પણ સાથે મળે છે.
કેટલીકવાર પ્રશંસા ભારે પડી જતી હોય છે. તમારી પ્રશંસા બીજાની ઈર્ષ્યાનું કારણ બને અને તમારા માટે તે વિજ્ઞરૂપ પણ બને. મહાવીરદેવની પ્રશંસા પેલો સંગમ ન સાંભળી ન શક્યો ને છ મહિના ભગવાનને હેરાન કર્યા. એવા કેટલાય ઉદાહરણ મળી આવશે.
જ મહામુનિ મહારોગને પણ વિશિષ્ટ દૃષ્ટિકોણથી કર્મનિર્જરાનો અવસર બનાવી દે.
ભગવાનનો માર્ગ માત્ર જાણવા સમજવા માટે નથી, જીવવા માટે છે. તો જ આપણે ગન્તવ્ય સ્થાને શીઘ
૨૮૦
=
*
*
*
*
*
* *
* * *
* * કહે