________________
(૧) સુધાવેદનીય માટે, (૨) વેયાવચ્ચ માટે, (૩) ઈર્યાસમિતિ માટે, (૪) સંયમની સાધના માટે, (૫) પ્રાણ નિમિત્તે, (૬) ધર્મચિંતન માટે.
તપથી સેવા ન થઈ શકતી હોય તો તપ ગૌણ કરો. સેવા મુખ્ય છે. સેવા નહિ કરો ને ગ્લાનની સમાધિ ન રહે તો કેટલો દોષ લાગે ? આંખે અંધારા આવે તો ઈસમિતિપૂર્વક કઈ રીતે ચાલી શકાય ?
શરીરને નહિ, રાગ-દ્વેષને પાતળા બનાવવાના છે. શાસ્ત્રોના પદાર્થોને વાગોળવા તે ધર્મચિંતા છે.
૨૩ કલાક બીજી પ્રવૃત્તિઓ કરીએ ને ૧ કલાક ધ્યાન કરીએ તો મન ક્યાંથી લાગે ? દિવસની તમામ પ્રવૃત્તિ તેને અનુરૂપ હોવી જોઈએ. તો જ ધ્યાનનું સાતત્ય રહે. ધ્યાનના સાતત્યથી જ તે સિદ્ધ થઈ શકે.
૦ ભક્તિ :
ભગવાનની ભક્તિ ભવસાગરથી પાર ઉતારે. માટે જ ભગવાને ભવસાગરમાં જહાજ સમાન ધર્મતીર્થની સ્થાપના કરી
છે.
નામાદિ ૪ દ્વારા ભગવાન ધર્મ માટે સતત સહાયક બને
યજમાન જાતે જ મહેમાનની દેખભાળ કરે તો મહેમાનને કેટલો આનંદ થાય ? ભગવાન ધર્મ-દેશના આપીને છૂટી નથી ગયા. સામે આવી ઊભા છે : આવો, હું હાથ પકડીને તમને લઈ જાઉં ! નામાદિ ચારેય ભવસાગરમાં મહાસેતુ સમાન છે.
• નર્મદા જેવી ભયંકર નદી હોય છતાં પુલ ઉપર ચાલતાં આપણને ભય નથી લાગતો. ભગવાને પણ ભયંકર સંસાર સમુદ્રમાં પુલ બાંધ્યો છે. ભક્તિના એ પુલ પર ચાલનારને ભવનો ભય સતાવતો નથી.
* જાપ વધતાં મનની નિર્મળતા વધે છે. પ્રભુનામજપ વખતે આપણા ત્રણેય યોગો એકાગ્ર બને છે. પ્રભુ-જાપ દ્વારા અનેક અજૈનો પણ આત્મશુદ્ધિ કરતા હોય છે. એના પ્રભાવથી જ આગામી જન્મમાં તેમને શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થાય
કહે કલાપૂર્ણસૂરિ-૧ * * * * *
૨૦૦