________________
ભોજન સમયે સાધુ જરૂર પ્રમાણે જ આહાર લે. સારી ચીજ જોઈને વધુ ન લે.
હા... આહાર વધી ગયો હોય ત્યારે લઈએ તો નિર્જરા થાય, સહાયતા કરી કહેવાય. કોઈક સાધુને રૂક્ષ આહારથી કે કોઈ સાધુને સ્નિગ્ધ આહારથી અનુકૂળ આવતું હોય છે. જે રીતે સંયમ-નિર્વાહ થાય તે રીતે વર્તવું.
સાધુ સર્પની જેમ સ્વાદ લીધા વના કોળીયો ઉતારે. પીપરમીંટની જેમ આહાર આમ તેમ મુખમાં ફેરવે નહિ.
એક સેકન્ડ પણ રાગ-દ્વેષ ન આવી જાય, તે માટે ભગવાને કેટલી કાળજી રાખી છે ! ભોજન કરવાના ઉદાહરણો :
(૧) વ્રણ લેપ : (૨) પૈડામાં તેલ :
(૩) પુત્રનું માંસ : (ચિલાતી પુત્રની પાછળ પડતી વખતે પુત્રી સુસમાનું માંસ ખાતા પિતાની મનોદશા કેવી હશે ?)
ભોજનનો ક્રમ :
પ્રથમ સ્નિગ્ધ મધુર, પિત્તના શમન માટે, બુદ્ધિ વગેરે વધે માટે.
પછી ખાટા પદાર્થો, છેલ્લે તુરા-કડવા પદાર્થો.
ભોજનના આ ક્રમનું કારણ એ પણ છે કે પાછળથી સ્નિગ્ધ પદાર્થો વધે, પેટ ભરાઈ ગયું હોય તો સ્નિગ્ધ પદાર્થો પરઠવવા પડે. માટે જ પ્રથમ સ્નિગ્ધ મધુર પદાર્થો આરોગવા.
ભોજનના વખાણ કરતા વાપરીએ તો અંગાર દોષ. નિંદા કરતા વાપરીએ તો ધૂમ્ર દોષ લાગે. ભોજનની ત્રણ પદ્ધતિઓ : કટ છેદ (ખીચડી વગેરેમાં), પ્રતર છેદ (રોટલી વગેરેમાં)
સિંહ ભક્ષિત (પાત્રામાં જેમ પડ્યું હોય તેમ જ વાપરવું) ત્રણ પદ્ધતિએ વાપરવાનું છે.
સારામાં સારા પદાર્થો હોય તેમાં આસક્તિ ન થાય માટે બાર ભાવના આદિથી મનને ભાવિત બનાવવું જોઈએ.
આહારના છ કારણો :
૨૦૬
*
*
*
* *
* *
* *
* * કહે