________________
* મુનિચન્દ્રવિજય : ભગવાન જીરણ શેઠને ત્યાં કેમ ન ગયા ? પૂરણ (અભિનવ) શેઠને ત્યાં કેમ ગયા ?
ઉત્તર : ભગવાન છે. એમના જીવન માટે આપણે શું કહી શકીએ ? પણ એમ પ્રેરણા લઈ શકીએ : પરિચિત અને ભક્ત હોય ત્યાં જ ગોચરીએ જવું, બીજે નહિ, એવું સાધુને ન હોવું જોઈએ. એ ગમે ત્યાં જાય. અપરિચિત અને અજ્ઞાતને ત્યાં ખાસ જાય. વળી, વહોરાવ્યા વિના પણ લાભ મેળવી શકાય, એ પણ સંકેત આપ્યો. પાછળથી જ્ઞાનીને પ્રશ્ન પૂછવામાં આવતાં તેમણે પૂરણ શેઠ કરતાં જીરણશેઠને પુણ્યશાળી ગણાવ્યા.
બીજાને જમાડ્યા વિના કે કૂતરા ગાય વગેરેને આપ્યા વિના અહીંનો આર્યપુરુષ કદી જમે નહિ.
૦ અત્યારે ભયંકર દુકાળ છે. ટીપુંય વરસાદ નથી. પાંજરાપોળો ઠેર-ઠેર ઢોરોથી ઉભરાઈ રહી છે. સાંતલપુરમાં હમણાં જ પાંજરાપોળ શરૂ થઈ. બે જ દિવસમાં ૧૮૦૦ ઢોરો આવી ગયા. આવી હાલતમાં આપણે સૌએ જાગવાની જરૂર છે.
૪૨-૪૩ની સાલમાં હું અહીં હતો ત્યારે દુકાળ હતા. તે વખતે જૈનોએ રૂપિયાનો એવો વરસાદ વરસાવેલો કે સરકાર પણ જોતી રહી. કેન્દ્ર સરકારે પણ જૈનોને ધન્યવાદ આપેલા.
૦ ‘મ િર્મવતિ થાય !'
આપણે હૃદયમાં અનેકોને ધારણ કરીએ છીએ. વેપારી. ગ્રાહકો - માલ વગેરે બધું મનમાં ધારે. વકીલો, અસીલ સંબંધી બધું યાદ રાખે - મનમાં ધારે - આમ બધા જ બધું જ ધારે છે. પણ ભગવાન કોણ ધારે છે ? ભગવાન કોના મનમાં છે ? ભગવાન આપણે ક્યારે હૃદયમાં ધારીએ ? મંદિરમાં હોઈએ ત્યાં સુધી. મંદિરમાંથી બહાર નીકળ્યા એટલે ભગવાન પણ આપણા હૃદયમાંથી બહાર નીકળ્યા એવું જીવન બનાવી મૂક્યું છે.
ભગવાન ભલે ચૌદ રાજલોક દૂર હોય, પણ ભક્તિથી ભક્ત તેમને હૃદયમાં વસાવી શકે છે.
૨૦૦
* * * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧