________________
આ બંને તમામ શાસ્ત્રોનો સાર છે. આ જ સાધકની સીડી છે.
જ ધર્મીકુલમાં જન્મ લેવો, ઊછેર પામવો, ભગવાન – ગુરુ વગેરે ઉત્તમ નિમિત્તો મળવા એ કાંઈ જેવી તેવી વાત નથી.
આત્મા નિમિત્તવાસી છે. મંદિરમાં અલગ જ ભાવ આવે. થીયેટરમાં અલગ. આ તો અનુભવસિદ્ધ જ છે. હવે તો થીયેટરમાં પણ જવાની જરૂર નથી. T.V. લાવીને તમે ઘરને જ થીયેટર બનાવી દીધું છે. આ બહુ ખતરનાક છે. આના પરિણામ સારા નહિ આવે.
૨ ૨ ૨ વર્ષ પહેલા રજનીશભાઈ કચ્છ-માંડવીમાં આવવાના હતા. કચ્છના મહારાજાનો માંડવીમાંનો “વિજય પેલેસ” મહેલ આશ્રમ રૂપે ફેરવાઈ જવાની તૈયારીમાં હતો. મેં લાકડીયાના બાબુભાઈ મેઘજીને વાત કરી : “આ ઠીક થતું નથી.' પછી એવી બાજી ગોઠવાઈ ગઈ કે તેઓનું આગમન ટળી ગયું. અમેરિકા જતા રહ્યા. આ કચ્છી માડુનો વિજય હતો.
અમે દક્ષિણમાં ૫-૬ વર્ષ રહ્યા. ત્યાંની સ્થાનિક પ્રજા મૂળભૂત રીતે હિંસક છે. બકરાના બલિદાનો ઠેર-ઠેર અપાય છે. જ્યારે હેમચન્દ્રસૂરિ-કુમારપાળના પ્રભાવથી ગુજરાતરાજસ્થાન કચ્છમાં એવું જોવા ન મળે. કચ્છમાં તો એવા મુસ્લીમો વસે છે, જેઓએ જીંદગીમાં માંસ જોયું નથી, ખાધું નથી. માંડવીમાં એક મુસ્લીમ માલીશ માટે આવેલો. તે કહેતો હતો : “હું માંસ નથી ખાતો. આખું રામાયણ મોઢે છે, રામાયણના પ્રવચનો પણ આપું છું.”
આ અહીંની ધરતીનો પ્રભાવ છે.
જૈનોમાં તપના સંસ્કાર સહજ છે. નાના છોકરા પણ રમત-રમતમાં અઢાઈ કરી નાખે. અહીં અમિત નામનો સાડા બાર વર્ષનો એક છોકરો છે. પર્યુષણમાં તેણે હસતાં-રમતાં અઢાઈ કરી. મને તો ઠેઠ છેલ્લે ખ્યાલ આવ્યો. આ છે જૈન કુળના સંસ્કાર !
કહે કલાપૂર્ણસૂરિ-૧ * * * * * * * * * * * ૨૯