________________
સારી
૨૨ વો હમ, મુ(વા ) બી વિસં. ૨૦૨૮, માય . ૨૪., લિ. ૨૬--૨૨૭૨
ભાદરવા સુદ ૯ ૧૯-૦૯-૧૯૯૯, રવિવાર
પૂર્વના તીર્થકરોની ભક્તિ વિના તીર્થંકર ભગવાન પણ તીર્થકર બની શકતા નથી. વીશસ્થાનકોમાં મુખ્ય પ્રથમ પદ તીર્થકર છે. શેષ તેનો પરિવાર છે.
પરમાત્મા પ્રત્યે પ્રેમ તીવ્ર પ્રકર્ષ પામે ત્યારે ભક્તિયોગનો જન્મ થાય.
જીવ પ્રત્યે કરેલો પ્રેમ જીવને શિવ બનાવે છે. ગુણી જીવ પ્રત્યે પ્રમોદ - આદરભાવ હોવો જોઈએ. એનો આદર કરવાથી એના બધા જ ગુણો આપણા બની જાય. આજ સુધી કોઈપણ જીવ ગુણીના બહુમાન વિના ગુણી બની શક્યો નથી. વેપારી પાસેથી તાલીમ લીધા પછી જ વેપારી બની શકાય છે. તેમ ગુણીની સેવા દ્વારા જ ગુણી બની શકાય
છે.
તીર્થકરના જીવનમાં બે ચીજ દેખાશે : (૧) પ્રભુ પ્રત્યે અગાધ પ્રેમ ! (૨) પ્રભુ સાથે જોડાયેલા જગતના જીવો પ્રતિ પ્રેમ !!
૨૬૮
* * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧