________________
શરીરના ધાતુઓ સમ થઈ ગયા. પછી વાપરવા બેઠા તેથી વૈઘ સર્વજ્ઞોક્ત વિધાન પર ઝૂકી પડ્યો : કેવું સર્વજ્ઞનું શાસન !
ભયંકર ભૂખ લાગી હોય ત્યારે ૧૭ ગાથાનો સ્વાધ્યાય પણ ૭૭ ગાથા જેટલો લાભ આપે.
ધર્મ કરીએ તો માત્ર આપણને જ નહિ, આખી દુનિયાને લાભ મળે. કઈ રીતે ? પક્ષ્મિસૂત્રમાં ધર્મના કેવા વિશેષણો વાપર્યા છે ?
हिए सुए खमे निस्सेसिए आणुगामियाए । એટલે કે સર્વજીવોને કલ્યાણકારી આ ધર્મ છે.
આથી જ ‘એક સાધુ સર્વ જગતનું રક્ષણ કરે છે.' એમ કહેવાય છે.
ગોચરી લાવ્યા પછી પણ તેમાંથી બીજા સાધુની ભક્તિ કરવાની છે. ગૃહસ્થોમાં - શ્રાવકોમાં તો સાધર્મિક ભક્તિ માટે ચડાવા બોલાય. મદ્રાસમાં ફલે ચુંદડીનો ચડાવો ૫૧ લાખમાં ગયેલો. કોઈ ન લે તોય આગ્રહ કરનારને તો લાભ થાય જ. વિધિ અને ભક્તિ વિનાનું નિમંત્રણ પૂરણ શેઠની જેમ નિષ્ફળ બને. જ્યારે વિધિ સહિતનું જીરણ શેઠની પેઠે સફળ બને. ભલે એને ભગવાનનો લાભ ન મળ્યો પણ એનું નિમંત્રણ સફળ ! પૂરણ શેઠને ભલે ભગવાનનો લાભ મળ્યો, પણ તોય તેનું દાન નિષ્ફળ !
લાટ દેશના લોકો આપવાનો દેખાવ બહુ કરે, પણ આપે કાંઈ નહિ. આને લાટપંજિકા કહેવાય.
પેલા ડફોળ શંખની વાર્તા સાંભળી છે ને ? માંગો તે કરતાં ડબ્બલ આપવાનું કહે, પણ આપે કાંઈ નહિ.
માંડવીમાં આવો ડફોળ શંખ મળી ગયેલો. ઉપાનમાં ત્રણ નીવી લખાવી ગયો ને કહે : હું ભીલડીયા વગેરેમાં ટ્રસ્ટી છું. કાંઈ પણ કામ હોય તો કહેજો. પછી, ‘૮૦૦/- રૂ.ની જરૂર છે' કહીને ૮૦૦/- રૂ. લઈને ગયો તે ગયો જ. ફરી આવ્યો નહિ.
સુરતના અમારા ચોમાસા પછી હસમુખ નામનો એક છોકરો ફોનથી સુરતના ટ્રસ્ટીઓ પાસેથી ૬૦ હજાર જેટલા રૂ.
* કહે કલાપૂર્ણસૂરિ-૧
૨૦૬