________________
ભક્તહૃદયી પેદા થાય ત્યારે તેને કામ લાગે માટે રચાયા છે. ‘વીતરાગ છે’ એમ કહીને તમે ભોળાને ભલે સમજાવો, પણ હું ન સમજું. મારે તો આપની પાસેથી જ મેળવવું છે. આપ જ આપશો. આ મારી બાળ-હઠ છે.' ભક્તની આ ભાષા છે.
ભગવાન પાસે બાળક બની જાવ. ભગવાન તમારા છે. ભગવાનને મેળવવા બાળક બનવું પડે. વિદ્વાનોનું અહીં કામ નથી.
આપણી ચેતના બીજે ગોઠવાયેલ છે, માટે જ પ્રભુ મળતા
નથી.
ધ્યાન પદસ્થ પ્રભાવથી, ચાખ્યો અનુભવ સ્વાદ.' માનવિજયજી ઉપાધ્યાય. પદ્મપ્રભ સ્તવન
-
‘પદસ્થ’ એટલે નામરૂપ પદનું ધ્યાન.
કર્મક્ષયથી મળતી વિદેહમુક્તિ છે. ભક્તિથી આ જ જીવનમાં મળતી મુક્તિ તે જીવન્મુક્તિ છે, ભક્ત એવી મુક્તિ અહીં જ અનુભવે છે.
આ કાળમાં ન હોવા છતાં ભક્તને ભગવાને આ મુક્તિ (જીવન્મુક્તિ) આપવી પડે છે.
પછી ભક્ત ખુમારીથી કહી ઉઠે છે ઃ હવે મને મોક્ષની પણ પરવા નથી.
‘મોક્ષોસ્તુ વા માસ્તુ' મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી...’
આ કાળમાં પણ ભક્તિ મુક્તિને ખેંચી શકે છે. ભક્ત બની જુઓ. મીરાં, નરસી વગેરેને એમના ભગવાન મળે તો આપણને ન મળે ?
યશોવિજયજી મ.ને મળે તો આપણને ન મળે ? તીર્થ છે ત્યાં સુધી તીર્થંકરને આંતરિક દેહથી અહીં રહેવું જ પડે છે, નામાદિથી રહેવું જ પડે છે.
‘નામાઽવૃત્તિ દ્રવ્યમવૈ:' ચાર રૂપથી ભગવાન સર્વત્ર સર્વદા સર્વને પવિત્ર કરી રહ્યા છે, એમ હેમચન્દ્રસૂરિ એમને એમ તો નહિ કહેતા હોય.
કહે કલાપૂર્ણસૂરિ-૧ *
૨૦૧