________________
જ્ઞાનવિમલસૂરિ
આ શબ્દોને કદી તો ઊંડાણથી વિચારો. ભગવાનનું નામ કે ‘નમો અરિહંતાણં’ આપણે સામાન્ય રીતે લઈએ છીએ. પણ ઉંડાણથી જુઓ તો એમાં જ ભગવાન દેખાશે. તમારા નામને ભૂલી જજો, ભગવાનના નામને નહિ
ભૂલતા.
નામે તું જગમાં રહ્યો, સ્થાપના પણ તિમહી; દ્રવ્ય ભવમાંહિ વસે, પણ ન કળે કિમહિ’
પેલો શ્લોક યાદ છે ને ?
‘મન્ત્રમૂર્તિ સમાવાય...'
દસ હજારનો ચેક મળી ગયો એટલે દસ હજાર મળી જ ગયા, કહેવાય. ભગવાનનું નામ મળી ગયું એટલે ભગવાન જ મળી ગયા કહેવાય.
બ્રિટીશકાળમાં કલકત્તાની કૉલેજમાં ટીચરે વીંટી કાઢીને કહ્યું : આમાંથી કોણ નીકળી શકશે ?
એક વિદ્યાર્થીએ ચીઠ્ઠીમાં પોતાનું નામ લખીને ચીકી વીંટીમાંથી પસાર કરી દીધી. ચીઢીમાં લખેલું હતું : ‘સુભાષચન્દ્ર બોઝ’
વ્યક્તિ અને વ્યક્તિનું નામ અલગ નથી. વ્યવહારથી પણ આ સમજાય છે ને ? તમારી સહીથી કેટલાય કામો નથી ચાલતા ?
બુદ્ધિજીવીઓને આ નહિ સમજાય. આ માટે હૃદયજીવી પ્રભુજીવી બનવું પડશે.
કોઈ દ્રવ્ય બીજા દ્રવ્યમાં પ્રવેશ કરી શકે નહિ, પરસ્પર અપ્રવેશી છે. પણ પ્રભુનું નામ આપણા હૃદયમાં પ્રવેશી શકે. અંગેઅંગમાં એકાકીભાવ પામી શકે.
જય વીય૨ાયમાં શું કહ્યું છે ? મારામાં કોઈ પ્રભાવ નથી, હું આ બધું મેળવી શકું, પણ તારા પ્રભાવથી. તારા પ્રભાવથી જ ભવનિવ્યેઓ વગેરે મળે. ‘હોઉ મમં તુહ પ્રભાવઓ ભયવં ।’ પિતાના સામર્થ્ય ૫૨ વિશ્વાસ છે, પણ પ૨માત્માના સામર્થ્ય પર વિશ્વાસ નથી.
૨૦૨
* કહે કલાપૂર્ણસૂરિ-૧