________________
વિદ્વાન આવા શબ્દો ટાંકે તો અનુભવ વિનાની તો વાત ન જ હોય.
કઈ વાત સાચી ? બંને વાત સાચી.
સિદ્ધમાં ગયા છે, નથી આવતા તે વાત સાચી તેમ યશોવિ. મ.ની વાત પણ સાચી.
ભક્તની ભાષા લોકથી તો જુદી પડે, પણ શાસ્ત્રથી પણ જુદી પડે, છતાં શાસ્ત્રવિરુદ્ધ ન કહેવાય. શાસ્ત્રથી અતિક્રાન્ત અનુભવ તે સામર્થ્ય યોગ છે.
ભક્તને વીતરાગ પ્રભુ મળ્યા વિના ન રહે, તે પણ સાચું
यदा ध्यायति यद् योगी, याति तन्मयतां तदा । ध्यातव्यो वीतरागस्तद्, नित्यमात्मविशुद्धये ॥
- યોગસાર આપણો ચારે બાજુ ભટકતો ઉપયોગ જ્યારે પ્રભુ-નામમૂર્તિ આદિમાં જાય ત્યારે તે આકારે બની જાય.
જેનું ધ્યાન કરે તેવા આકારે બની જાય.
પ્રતિમાનું ઉલ્લંઘન કરીને તમે મુક્તિનો માર્ગ હારી ગયા, ભગવાને કાંઈ પોતાની પૂજા માટે મૂર્તિ-નામ વગેરેનું નથી કહ્યું. એ બધું જણાવવા યશોવિજયજીએ પ્રતિમા શતક બનાવ્યું
નામાદિ ૪માં ચિંતન કરતાં ચેતના પ્રભુમય બની જાય છે. દૂર રહેલી વસ્તુ પણ ત્યારે સાક્ષાત્ સામે દેખાય. એકાકારતા માત્ર હોવી જોઈએ.
તુમહિ નજીક નજીક સબહી હૈ, તુમ ન્યારે તબ સબ હી ત્યારે... આવું યશોવિજયજી મ. કઈ અપેક્ષાએ કહે છે ?
ભગવાન દૂર છે તો દૂર, નજીક છે તો નજીક છે. પણ દૂર-નજીક શી રીતે બને છે ?
ચેતના પ્રભુમાં એકાકાર બને ત્યારે પ્રભુ નજીક. પ્રભુમાં એકાકાર ન બને ત્યારે પ્રભુ દૂર - આ જ વાત છે.
આ બધા વાક્યો ૫૦૦-૧૦૦૦ વર્ષ પછી પણ કોઈ
૨૦૦
* * * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧