________________
પ્રકરણો રચો છો, તેથી લોકો તમારા પ્રકરણો જ વાંચશે, આગમાં મૂકી દેશે.
મારા ગ્રંથોથી આગમો પરની રુચિ વધશે. આગમસાગરમાં પ્રવેશવાની આ તો નાવડીઓ છે. નાવડી સાગરથી વિરોધી શી રીતે હોઈ શકે ? - હરિભદ્રસૂરિના આવા જવાબો હતા.
- એક સાધુ જ આ જગતમાં એવો છે, જે સ્વયં દુર્ગતિથી બચી, બીજા પણ અનેકને બચાવે છે. તરવૈયો જેમ તરે અને તરાવે.
ચારિત્રવિજયજી કચ્છીએ પાલીતાણામાં પૂર આવ્યું ત્યારે ૧૦૦ માણસોને પોતાના હાથે તાય, તેમ સાધુ જીવને તારે
- પતંજલિએ લખ્યું : “યોfશ્ચત્તવૃત્તિનિરોધઃ | યશોવિ. એ લખ્યું : 'સંન્નિષ્ઠવત્તવૃત્તિનિરોથઃ |
આ વ્યાખ્યા જૈન દર્શનની બની ગઈ. અશુભ વિચારોનો જ રોધ કરવો એ જ યોગ. શુભનો નિરોધ નથી કરવાનો.
પાતંજલ યોગ દર્શનની ઉપા.મ.ની ટીકાનું ભાષાંતર પણ પં. સુખલાલે કરેલું છે.
- શરીરના ત્રણ દોષ : વાત - પિત્ત - કફ. આત્માના ત્રણ દોષ : મોહ - દ્વેષ - રાગ.
શરણાગતિ, દુષ્કૃતગર્તા અને સુકૃત અનુમોદના - આ ત્રણ રાગાદિ દોષોને દૂર કરે છે.
આપણે કરીએ છીએ બધું જ. કદાચ વિધિપૂર્વક પણ કરીએ છીએ. પણ ઉપયોગ નથી હોતો. આ ઉપયોગ લાવવા જ મારો આટલો પરિશ્રમ છે.
પાંચ પ્રકારના અનુષ્ઠાનો વિષ, ગરલ, અનનુષ્ઠાન, તહેતુ અને અમૃત. એ પાંચમાંથી ત્રણ વર્ષ છે.
ઉપયોગ તીવ્ર બને, એકાકાર બને, તો જ તદ્ધતુ અનુષ્ઠાન બની શકે. આપણું અનુષ્ઠાન અમૃત નહિ તો તહેતુ અનુષ્ઠાન તો બનવું જ જોઈએ.
વિજ્ઞાન અણુબોમ્બ આદિથી મારવાનું શીખવે છે. કહે કલાપૂર્ણસૂરિ-૧ * * * * * * * * * * * * * ૨૪૩