________________
ચિંતા હોય તો પણ પરહિતની ચિંતા કરો. પરહિતની ચિંતા વિના સ્વ-હિત થઈ શકતું નથી.
મૈત્રી ભાવનાથી કરુણાભાવના સક્રિય છે. અહીં દુઃખીના દુ:ખ દૂર કરવાનો પ્રયત્ન છે.
અબ્રાહમ લિંકને (અમેરિકાના પ્રેસિડેન્ટ) ખાડાના કીચડમાં ફસાયેલા ડુક્કરને જાતે બહાર કાઢેલું.
આ કરુણા કહેવાય. परहित-चिन्ता मैत्री, परदुःखविनाशिनी करुणा ।
पर-सुख-तुष्टिर्मुदिता, परदोषोपेक्षणमुपेक्षा ॥
- આ ચારેય ભાવનાનો, સ્વાધ્યાય કરવો હોય તો એક પુસ્તક છે. તેનું નામ છે : “ધર્મબીજ. પ્રસ્તાવના છે : ભદ્રંકરવિ. ની. લેખક છે : તત્ત્વાનંદવિ.
આ ચા૨ ભાવનાના બળે જ ભગવાનને અષ્ટપ્રાતિહાર્યાદિની ઋદ્ધિ મળી છે. “તમ્ય યાત્મને નમ:' વીતરાગ સ્તોત્રમાં હેમચન્દ્રસૂરિએ કહ્યું છે. યોગીને આ ચાર ભાવનાઓ સ્વયંસિદ્ધ હોય.
શાન્તસુધારસ ભાવનામાં વિનયવિ. કહે છે : યોગી ગમે તેટલી સાધના કરતો હોય, પણ શાન્તરસનો આસ્વાદ આ ભાવનાઓ વિના શક્ય નથી. દુધ્ધનની ભૂતડીઓ આ ભાવનાથી ભાગી જાય છે. » ભક્તિ : જગચિંતામણિ : અદૂભુત ભક્તિસૂત્ર છે.
આપણા સૂત્રો બે વિભાગમાં વહેંચાયેલા છે : મૈત્રી, ભક્તિમાં. નવકાર, નમુત્થણ, જગ. વગેરે ભક્તિ સૂત્ર.
ઈરિયા., તસ્મ, વંદિત્ત વગેરે સૂત્રો મૈત્રી સૂત્રો છે.
નમસ્કારમાં નમસ્કરણીયની વૃદ્ધિ થતી જાય તેમ ફળ વધતું જાય.
દાનમાં જેમ લેનારા વધે તો ફળ વધતું જાય. દુકાનમાં ગ્રાહક વધે તો કમાણી વધતી જાય તેમ.
કહે કલાપૂર્ણસૂરિ-૧ * * * *
કહે
*
*
*
*
* *
*
*
*
*
*
* ૨૪૧