________________
ડગલે ને પગલે શરીરમાંથી અશુચિ નીકળે છે. શરીરની શુદ્ધિ પાણીથી થઈ શકે. આત્મા પણ ડગલે ને પગલે ગમે તેટલી કાળજી રાખવા છતાં અશુદ્ધિથી ખરડાતો રહે છે. માટે જ ઈરિયાવહિયં દરેક અનુષ્ઠાન પૂર્વે જરૂરી છે.
પૂર્ણાનંદસૂરિ (પૂ. વલ્લભસૂરિજીના) રોજ ૧૦૮ વાર ઈરિયાવહિયં જપતા.
મોહનું કામ મલિન બનાવવાનું, ભગવાનનું કામ નિર્મળ બનાવવાનું છે. ઈરિયાવહિયં આપણું ભાવ સ્નાન છે. ભગવાનની ભક્તિ આપણું ભાવપ્નાન છે.
ઈરિયાવહિયં જીવમૈત્રી. નવકાર - જિનભક્તિનું સૂત્ર છે.
• મૈત્રી આવે ત્યાં પ્રમોદ, કરુણા અને મધ્યસ્થતા આવે જ. પ્રમોદ, કરુણા અને મધ્યસ્થતા મૈત્રીને ટકાવનારા પરિબળો છે.
- અશુભ ભાવોનું મૂળ બે કનિષ્ઠ ઈચ્છા છે :
(૧) મને કોઈ દુઃખ ન આવો. મારા બધા દુઃખ ટળી જાવ.
(૨) દુનિયાના બધા જ સુખો મને જ મળે.
આમાંથી જ અશુભ ભાવો પેદા થાય છે. દ્વેષ, તિરસ્કાર, ઈર્ષ્યા, અસૂયા, માયા, લોભ વગેરે દોષો આમાંથી જ પેદા થાય છે.
* હવે એ બે અશુભ ભાવોને દૂર કરવા બે શુભ ભાવો જગાવો.
(૧) કોઈ પાપ ન કરો જગતમાં, (૨) કોઈ દુઃખી ન બનો જગતમાં.
બીજા માટે શુભ ભાવનાઓનો ધોધ વહાવતાં આપણને સુખનો ધોધ મળે છે.
દુઃખ મિટાવવા હોય તો પાપ મિટાવવા પડશે. કારણ કે દુઃખનું મૂળ પાપ છે.
તમારા કોઈ મિત્ર છે ? મિત્રના દુઃખે તમે દુઃખી બનો છો ને ? તે દૂર કરવા કાંઈક પ્રયત્ન કરો છો ને ?
હવે જગતના સર્વજીવોને મિત્ર બનાવો. તમને સ્વહિતની
૨૪૦
*
*
*
*
*
*
*
*
*
*
*
* * કહે કલાપૂર્ણસૂરિ-૧
*
* 8