________________
(૮) બાહ્ય શંબુક : બહારથી શરૂ કરી અંદર પૂરું કરવું.
૦ ૧૦ પ્રાણમાં આયુષ્ય ખૂટી જાય તો નવેય પ્રાણ નકામા ! એ પણ શ્વાસ લો તો ટકે. અહીં પણ શ્રત, સમ્યફ સામાયિક આયુષ્ય અને શ્વાસના સ્થાને છે.
આવશ્યક નિર્યુક્તિમાં સામાયિકના ત્રણ પ્રકાર બતાવ્યા
(૧) શ્રત, (૨) સમ્યફ અને (૩) ચારિત્ર સામાયિક. ‘માયા સામારૂપ, માયા સામાક્ષ કે'
- ભગવતી સૂત્ર આત્મા સામાયિક છે, સામાયિકનો અર્થ છે.
ભગવાઈ અંગે ભાખીયો, સામાયિક અર્થ; સામાયિક પણ આતમા, ધરો શુદ્ધો અર્થ...'
- ૧૨૫ ગાથા સ્તવન. યશોવિ. શંકા : તો પછી બધા જીવોમાં સામાયિક ઘટી જશે.
સમાધાન : સંગ્રહનયથી ઘટે. નયપદ્ધતિ જૈનદર્શનની મૌલિક વિશેષતા છે. નયપદ્ધતિ જાણ્યા વિના ઘણા ગોટાળા વળી જાય.
સંગ્રહનયથી બધા જીવો સિદ્ધ સમાન છે. વ્યવહારનય જે વખતે જે હોય તે માને, કર્મસત્તાને આગળ રાખીને ચાલે. એ વિના વ્યવહાર ન ચાલે. “મારા ઊધારા પૈસા ત્યાં પડ્યા છે. મને માલ આપો. તમે ત્યાંથી ઉઘરાણી કરી લેજો.” આમ બજારમાં ચાલે ? માટે આત્મસ્વભાવમાં રમણતા હોય ત્યાં સામાયિક સમજવું.
આ સામાયિક શી રીતે મેળવવું ? તેના ઉપાયો શેષ પાંચ આવશ્યકોમાં ક્રમશઃ મળતા જશે.
જ્ઞાન ભણવાથી નહિ, વિનય-સેવાથી આવે છે. માટે જ અત્યંતર તપમાં વિનયનું સ્થાન સ્વાધ્યાયથી પહેલા મૂકવામાં આવ્યું છે. વિનય કરો તો જ્ઞાન મળે, સ્વાધ્યાય થઈ શકે. વિનયથી આવેલું જ્ઞાન અભિમાન નહિ કરાવે.
વિનય કોણ કરી શકે ? પોતાને લઘુ-તુચ્છ માને છે. તુચ્છ માને તે જ પ્રાયશ્ચિત્ત કરી શકે.
૨૨૮
* * * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧