________________
રહે તેને વર્ણવવા કોઈ ઉપમા નથી.
કપડામાંથી મેલ દૂર થાય તેમ ઉજ્જવલતા વધે તેમ મનમાંથી અશુદ્ધિ દૂર થાય તેમ પ્રસન્નતા વધે. આ જ સાચો આનંદ છે. ઘરનો આનંદ.
બાહ્ય તપ પ્રથમ શા માટે ? જરૂરી શા માટે ? અત્યંતર તપને ફોર્સ આપનાર બાહ્ય તપ છે. હું મારા અનુભવથી કહું છું કે જે દિવસે ઉપવાસાદિ કરેલા હોય તે દિવસે સાધનામાં વધુ ફોર્સ આવે.
- આહારની લોલુપતા સાધુને ન હોય, માત્ર સાધના માટે આહાર ગ્રહણ કરે. ઈન્દ્રિયો શિથિલ ન થાય, સહાયક ધર્મ મટી ન જાય, સહનશીલતા ઘટી ન જાય, સ્વાધ્યાયમાં હાનિ ન થાય, માટે ભોજન લે. | મનગમતું ભોજન (ગુલાબજાંબુ, રસગુલ્લા વગેરે) મળે તો જ ગ્રહણ કરવું, એવા અભિગ્રહો ન થઈ શકે. આ તો આસક્તિ કહેવાય.
- આપણા શિષ્ય પરિવારને જેવા બનાવવા હોય તેવા પ્રથમ આપણે બનવું પડે. એકાસણા, સ્વાધ્યાય, સંયમ, સેવા વગેરે ગુણોથી વિભૂષિત શિષ્ય ઈચ્છતા હો તો તમે પહેલા જીવનમાં એ ગુણો ઉતારો.
- ગોચરીની આઠ પદ્ધતિઓ :
(૧) ઋજવી (સીધી) : ક્રમશઃ સીધા શેરીમાં જવું, ન મળે તો પાછા સ્થાનમાં.
(૨) ગત્વા પ્રત્યાગતિ : શેરીની બંને બાજુ. સીધા ગયા પછી પાછા સામી બાજુએ.
(૩) ગોમૂત્રિકા : સામ-સામે ગોમૂત્રની ધારના આકારે ઘરોમાં જવું.
(૪) પતંગ વીથી : પતંગીયાની જેમ અનિયત ઘરોમાં જવું. (૫) પેટા : પેટી જેવા ચોરસ આકારે ઘરોમાં જવું. (૬) અર્ધપેટા : અર્ધી પેટી જેવા આકારે ઘરોમાં જવું.
(૭) અત્યંતર શંબુક : ગામની અંદરથી શરૂ કરી બહારના ઘરોમાં આવવું.
કહે કલાપૂર્ણસૂરિ-૧
* * * * * * * * * * * * * ૨૨૦