________________
वळवाण (गुजरात) उपाश्रय में पूज्यश्री, वि.सं. २०४७
શ્રાવણ વદ ૬ ૦૧-૦૯-૧૯૯૯, બુધવાર
પાળવામાં ભલે કષ્ટદાયી હોય, પણ ફળ જેનું લાભદાયી હોય ત્યાં કષ્ટ નથી લાગતું. વેપારીને વેપારમાં, ખેડૂતને ખેતીમાં, મજૂરને મજૂરીમાં કષ્ટ હોય છે, છતાં સામે લાભ દેખાતો હોવાથી કષ્ટ લાગતું નથી. તેમ સાધુને પણ મોક્ષનો લાભ દેખાતો હોવાથી કષ્ટ નથી લાગતું.
લખપતિનુ લક્ષ ક્રોડપતિ તરફ, ક્રોડપતિનું લક્ષ અબજપતિ બનવા તરફ હોય છે, તેમ શ્રાવકનું સાધુ તરફ, સાધુનું સિદ્ધિ તરફ લક્ષ હોવું જોઈએ. ન હોય તો સાધક તે સ્થાને પણ રહી ન શકે. શ્રાવકે શ્રાવકપણામાં કે સાધુએ સાધુપણામાં ટકી રહેવું હોય તો પણ આગળનું લક્ષ હોવું જ જોઈએ.
શ્રાવકની ઉત્કૃષ્ટ ભૂમિકા કરતાં પણ સાધુની જઘન્ય ભૂમિકામાં કેટલાય ગણી વિશુદ્ધિ વધારે હોય છે. શુદ્ધિ વધુ તેમ આનંદ વધુ ! બાર મહિનામાં જ સાધુ અનુત્તર વિમાનના દેવને પણ પ્રસન્નતામાં જીતી જાય. પછી તો આનંદ જે વધતો
૨૨૬
=
*
*
*
*
*
*
* *
* કહે