________________
જ કરશે. આવો પાકો ભરોસો !
- મદ્રાસનો અનુભવ :
ઘણાએ કહ્યું કે તેઓ ધૂતારા છે, જવા જેવું નથી, પણ ભગવાનના સંકેતથી, ભગવાનના ભરોસે અમે મદ્રાસ ગયા. ત્યાં પણ મુહૂર્ત સંબંધી વિપ્ન આવ્યા, પણ ટળી ગયા અને પ્રતિષ્ઠા ધામધૂમથી થઈ. હું આમાં પણ ભગવાનની કૃપા જોઊં છું.
અમારું પ્રથમ ચાતુર્માસ તો ફલોદીમાં જ થયું. બીજા ચાતુર્માસ વખતે આમ તો પૂ. કનકસૂ. સાથે રાધનપુર નક્કી થયેલું, પણ પૂ. બાપજી મ.ની ઈચ્છા જાણીને અમદાવાદ તરફ પ્રયાણ થયું. પ્રથમ ગોચનાદ મુકામે જ ગોળાની તકલીફ થતાં પૂ. બાપજી મ. તરફથી ના આવતાં સાંતલપુર ચાતુર્માસ નક્કી થયું. રાધનપુરમાં ભદ્રસૂરિજીનું નક્કી થઈ ગયેલું. ભણવા માટે અમારું (કલાપ્રભવિ., રત્નાકરવિ., દેવ, તરૂણવિ. સાથે. બંને તોફાન કરે માટે એક કલ્પતરુવિ. ને સાંતલપુર રાખ્યા) ચાતુર્માસ રાધનપુર થયું. ત્યાં જ હરગોવનદાસ પંડિતજીના કહેવાથી પાઠશાળામાં વ્યાખ્યાન શરૂ થયા.
(કલાપ્રભવિ. ના પણ વ્યાખ્યાન ત્યાં શરૂ થયા) પર્યુષણમાં પણ ત્રણ દિવસ વ્યાખ્યાન આપ્યા.
પછી માત્ર માંડવી સં. ૨૦૧૩ અને આધોઈ સં. ૨૦૧૬, આ બે જ ચાતુર્માસ પૂ.આ.શ્રીની નિશ્રામાં મળ્યા, પણ અંતરના આશીર્વાદ પૂરા મળ્યા. ભગવાન જ બધું ભલું કરશે, આ વાત પર પૂરો ભરોસો.
ભોજનમાં તૃપ્તિની શક્તિ કે આપણામાં ? પાણીમાં તરસ છીપાવવાની શક્તિ કે આપણામાં ?
જો આપણામાં જ હોય તો ફોતરાં ખાઈને, પેટ્રોલ પીને ભૂખ-તરસ છીપાવો. થઈ શકે એવું ? ..
તમારામાં જ મુક્તિ માટેની શક્તિ હોય તો ભગવાન વિના જ સાધનામાં આગળ વધો. થઈ શકે એવું ?
તૃતિમાં જેમ ખોરાક પુષ્ટ કારણ છે, તેમ મુક્તિમાં ભગવાન પુષ્ટ કારણ છે. બિલાડી કે વાનરીના બચ્ચા બનીને જાવ, ભગવાન પાસે. ભગવાન બધું સંભાળી લેશે.
કહે
*
*
*
*
*
*
*
*
*
*
*
* *
૨૨૧