________________
पू. कनकसूरीश्वरजी म.सा.
પૂ. કનકસૂરિજીની સ્વર્ગતિથિ
શ્રાવણ વદ ૪ ૩૦-૦૮-૧૯૯૯, સોમવાર
જે શરીર મોક્ષનું પરમ સાધન છે. એના વિના ધર્મ આરાધના થઈ શકે નહિ. માટે જ આ દેહને ટકાવવા સાધુએ આહાર ગ્રહણ કરવાનો છે. ‘મો નિહિં મસાવા ..'
આ અમારું અહીં (આ સમુદાયમાં) આવવાનું કેમ થયું ? કમલ વિ.ના પિતાજીએ એક વખતે ફલોદી ચાતુર્માસસ્થિત વિજયલબ્ધિસૂરિજીને પૂછેલું: વર્તમાનકાળમાં શ્રેષ્ઠ સંયમી કોણ ? ત્યારે લબ્ધિસૂરિજીએ પૂ.આ.શ્રી કનકસૂરિજીનું નામ આપેલું.
ત્યારે કમલવિ. ગૃહસ્થપણામાં હાજર હતા. એમણે આ યાદ રાખેલું. દીક્ષા તો આમ લેવી હતી રામચન્દ્રસૂરિજી પાસે. કારણ કે એમના જૈન પ્રવચનો વાંચવાથી વૈરાગ્ય થયેલો, પણ કમલવિ. એ પૂ. કનકસૂરિજી પાસે દીક્ષા લેવાનું નક્કી કરાવ્યું. વળી ફલોદીના કંચનવિ. પણ ત્યાં હતા.
આમ ભગવાને જ મને અહીં મોકલ્યો. હું તો પહેલેથી જ ભગવાન પર વિશ્વાસ રાખનારો ! એ જે કરશે તે બરાબર ૨૨૦ * * * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧