________________
જણાવેલું.
પૂ.પં. મુક્તિવિજયજી અભિધાન કોશ અને પ્રાકૃત વ્યાકરણનું વૃદ્ધાવસ્થામાં પણ પુનરાવર્તન કરતા હતા. જવાબમાં કહેતા : ભવાંતરમાં પણ સાથે લઈ જવા છે.
સંસ્કૃત ભાષા પર એમની જબ્બર પક્કડ હતી. અઘરામાં અઘરા ગ્રંથો સહેલાઈથી વાંચી-વંચાવી શકતા તથા શુદ્ધીકરણ કરી નોટો બનાવતા. આવી ૧૭ નોટો સાંતલપુરના ભંડારમાં હતી.
ગ્રંથ માત્ર વાંચી લઈએ, એનો કોઈ ખાસ અર્થ નથી. વારંવાર ઘુંટી-ઘૂંટીને ભાવિત બનાવીએ ત્યારે ફળદાયી બને.
જૂના ગ્રંથોને કદી સંભાળીએ છીએ ? એક ગ્રંથને બીજીત્રીજી વાર વાંચીએ છીએ ?
કોઈ વેપારી કદી કમાયેલી મૂડી ખોઈ નાખતો નથી. આપણે ભણેલું ભૂલી જઈએ છીએ. મૂડી સંભાળતા નથી.
જ્ઞાન જ આપણી મૂડી છે. એ જ ભવાંતરમાં સાથે આવશે. પુસ્તકો, બોક્ષ, ભક્તો, શિષ્યાદિ પરિવાર વગેરે કોઈ સાથે નહિ આવે.
કમ સે કમ એટલું કરો : નવકારથી લઈને આવશ્યક સૂત્રો સંપૂર્ણપણે ભાવિત કરો. નહિ તો આપણી ક્રિયા ઉપયોગશૂન્ય બની રહેશે. ઉપયોગશૂન્ય ક્રિયાનું કોઈ જ મૂલ્ય નહિ રહે.
મને પણ રસ નહોતો પડતો, જ્યારે હું આવશ્યક સૂત્રો શીખતો'તો, પણ અર્થ વગેરે જાણ્યા પછી ખૂબ જ રસ પડવા માંડ્યો. પ્રબોધ ટીકા, લલિતવિસ્તરા વાંચો. આવશ્યક સૂત્રોના રહસ્યો સમજાશે.
મહાન તપસ્વી પૂ. ભુવનભાનુસૂરિ મહારાજાએ તેના પર વિવેચના લખી છે. નામ છે ઃ પરમ તેજ. એ પણ વાંચી શકાય. જૈનેતરોના મંત્ર ગાયત્રી મંત્ર' જ્ઞાનનો મંત્ર છે. નવકા૨ અધ્યાત્મમંત્ર છે. નવકારમંત્ર એ ગણધર ભગવંતોનું આપણને મળેલું ઉત્કૃષ્ટ દાન છે. એની માવજત કરીશું તો
કહે કલાપૂર્ણસૂરિ-૧
૨૧૦