________________
ઈનામપાત્ર ઠરીશું. વેડફી નાખીશું તો સજાપાત્ર.
જ મોક્ષની સાધનાના સંક્ષિપ્ત ઉપાયો છે આવશ્યક સિવાય બીજે ક્યાંય નથી. ૪૫ આગમોનો સાર આવશ્યકોમાં છે. ૪૫ આગમ એનો વિસ્તાર માત્ર છે.
ધ્યાન એટલે એકાગ્રતાની સંવિત્તિ ! ધ્યાન એટલે સ્થિર અધ્યવસાય.
એકાગ્રતાપૂર્વક કાઉસ્સગ્ન કરીએ તો સફળ બને. અન્યથા પ્રતિજ્ઞા-ભંગ થાય.
એક જ લોગસ્સનો ભલે કાઉસ્સગ કરો, પણ એવી એકાગ્રતાપૂર્વક ગણો કે સફળ બને.
• ચાવીથી તાળા ખૂલે, તેમ આવશ્યક સૂત્રોથી અનંત ખજાનાઓ ખુલે છે.
આગમોની ચાવી નંદી, અનુયોગ અને વિશેષાવશ્યક ભાષ્ય' આ ત્રણમાં છે.
તપાગચ્છના ઉત્તમ વિ. એ ખરતરગચ્છીય દેવચન્દ્રજી પાસે વિશેષાવશ્યક ભાષ્યનું અધ્યયન કરેલું.
વળી, દેવચન્દ્રજીએ અચલગચ્છીય જ્ઞાનસાગરજી પાસે વિશેષાવશ્યકનો અભ્યાસ કરેલો. દેવચન્દ્રજીએ ક્યાંય દાદાના સ્તવનો, ગીતો વગેરે બનાવ્યા હોય, તેમ જાણ્યું નથી. તેમણે જ્ઞાનસાર પર જ્ઞાનમંજરી ટીકા લખી છે. તેમાં મહોપાધ્યાય શ્રી યશોવિજયજીને ભગવાન તરીકે સંબોધ્યા છે.
આપણા માટે આવા ગ્રંથો સાચે જ ભગવાન બનીને આવે છે. જિનાગમ પણ જિનસ્વરૂપ છે. આજના યુગમાં જિનાગમ બોલતા ભગવાન છે. મૂર્તિ તો હજુ બોલતી નથી. આગમ બોલે છે.
પ્રતિમા અનક્ષર બોધ આપે છે, માત્ર ઈશારાથી સમજાવે છે. આગમ અક્ષર બોધ આપે છે. પ્રતિમાના ઈશારા, પ્રતિમાનો સંકેત આપણે સમજી શકીશું ? તેઓની મુદ્રા કહે છે : મારી જેમ પદ્માસન લગાવી સ્વમાં એકાગ્ર બનો. ઉપયોગવંત બનો. ક્રિયામાં ઉપયોગ ભળશે ને તરત જ અમૃતનો રસાસ્વાદ મળશે.
જેટલા ગુણો ભગવાનના છે, તે બધા જ આપણને
૨૧૮
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*