________________
નહિ જોડી શકે. માટે જ ચાર યોગમાં પ્રથમ (૧) પ્રીતિયોગ (૨) ભક્તિયોગ છે. પછી ત્રીજા નંબરે વચનયોગ છે.
પહેલા ભગવાન સાથે પ્રેમ કરો. પછી શાસ્ત્ર પર પ્રેમ પેદા થશે. આજ્ઞાનો પ્રેમ પેદા થશે. ભગવાન સાથે પ્રેમ કર્યા વિના આજ્ઞા... આજ્ઞા... શાસ્ત્ર... શાસ્ત્રની વાત બકવાસ માત્ર છે.
સ્થાન, વર્ણાદિ યોગો પણ પ્રભુપ્રેમ હોય તો જ સફળ બને. ભગવાન સાથે અભેદ સાધવો હોય તો દેહનો અભેદ છોડવો પડશે.
એક ખાસ વાત - જે વખતે જે ક્રિયા કરતા હોઈએ તે વખતે તમારો સંપૂર્ણ ઉપયોગ તેમાં જ હોવો જોઈએ. તો જ ક્રિયા ફળદાયી બને. આવી ક્રિયા પ્રણિધાનપૂર્વકની કહેવાય છે.
આપણો લોભ ગજબનો છે. ઓઘોય બાંધીએ ને બીજાય બે-ચાર કામ સાથે કરતા જઈએ. એકેય કામમાં ભલીવાર ન હોય.
બધી ઇન્દ્રિયોનો ઉપયોગ એક જ કાર્યમાં હોવો જોઈએ.
પડિલેહણ વખતે માત્ર આંખ જ નહિ, કાન, નાક વગેરે પણ સાબદા જોઈએ. કાન, નાક વગેરે દ્વારા પણ જીવો જાણી શકાય.
જ્ઞાનસારમાં જેમ સાધ્યરૂપ પૂર્ણતા અષ્ટક પ્રથમ બતાવ્યું તેમ છ આવશ્યકોમાં પણ સામાયિકરૂપ સાધ્ય પ્રથમ છે. એનું સાધન ચતુર્વિશતિ સ્તવ વગેરે છયે આવશ્યકો કાર્ય-કારણ ભાવે સંકળાયેલા છે.
વિ.સં. ૨૦૧૬ આધોઈમાં ઉત્તરાધ્યન જોગમાં મને બિમારી આવી. યુ. પી. દેઢિયા કહે : T.B. છે. પલાંસવાના સોમચંદ વૈદ કહે : T.B. નથી. દવા દ્વારા નીરોગી બનાવી દીધા. મેં આમાં ભગવાનની કૃપા જોઈ.
ભગવાન પર હું શા માટે જોર આપું છું? હું જોર નથી આપતો, શાસ્ત્રો જ સર્વત્ર ભગવાનને જ આગળ કરે છે. હું શું કરું ?
૨૧૦
*
* *
*
*
* *
* *
* * * કહે