________________
દેહમાં રહીને જ દેહનો મોહ છોડવો એ જ મોટી આધ્યાત્મિક કળા છે. કેવળજ્ઞાન આ જ દેહમાં થશે. અયોગી ગુણસ્થાનક આ જ દેહમાં મળશે.
દેહને છોડવાનો નથી, પણ તેની આસક્તિ છોડવાની છે. કાશીમાં જઈ કરવત લેવાની ભગવાનની આજ્ઞા નથી. દેહમાં આત્મશુદ્ધિ છોડવાની ભગવાનની આજ્ઞા છે.
મકાનમાં રહેનારો જેમ મકાનથી પોતાને અલગ જુએ છે, તેમ દેહથી સ્વને અલગ જુઓ. આ જ ખરી યોગકળા છે.
મકાન સળગે ત્યારે કાંઈ તમે સળગી જતા નથી. મકાન કરતાં તમને તમારી જાત વધુ પ્રિય છે. પણ અહીં આ વાત ભૂલાઈ જાય છે. આત્માથી શરીર પ્યારું લાગે છે.
આપણે બધા દર્દી છીએ, સાધુ કે સંસારી – બધાની અહીં ટ્રીટમેન્ટ ચાલે છે. અમે સાધુ હોસ્પિટલમાં દાખલ થયા છીએ. અમને અમારો રોગ ખૂબ જ ખતરનાક - સીરીયસ લાગ્યો છે. તમે શ્રાવકો ઘેર રહીને દવા લો છો.
| દર્દીએ ડૉ. નું માનવું પડતું હોય છે. દવા ન લે, અપથ્ય ન છોડે તો દર્દ કેમ જાય ?
અહીં પણ યથાવિહિત વ્રત - નિયમાદિનું પાલન ન થાય તો કર્મરોગ શી રીતે જાય ?
દરેક વાતમાં તીર્થકરોને શાસ્ત્રને, આગળ રાખો. તો જ ધર્મ - કાર્યની સિદ્ધિ થશે.
शास्त्रे पुरस्कृते तस्माद्, वीतरागः पुरस्कृतः । पुरस्कृते पुनस्तस्मिन्, नियमात् सर्वसिद्धयः ॥
- જ્ઞાનસાર, શાસ્ત્રાષ્ટક સમ્યત્વી દરેક સ્થળે ભગવાનને, ભગવાનના શાસ્ત્રને આગળ રાખ્યા વિના ન રહે. પહેલા શાસ્ત્ર નથી, પહેલા ભગવાનનો પ્રેમ છે. માટે જ પ્રથમ દર્શન, પૂજા છે. એ પ્રભુ પ્રેમના પ્રતીકો છે. પછી ભગવાનના શાસ્ત્રો પણ ગમવા લાગશે.
જેને ભગવાન ન ગમ્યા તેને ભગવાનના શાસ્ત્રો નહિ જ ગમે. એ પંડિત થઈને ભલે વાંચે, પણ પ્રભુ સાથે અનુસંધાન કહે કલાપૂર્ણસૂરિ-૧ * * * * *
* * * * * * * * * * * * ૨૦૯
કહે