________________
દેહમાં આત્મબુદ્ધિ એ જ મિથ્યાત્વ.
જ્ઞાનમય આત્મા સ્વયં પોતાને હાડકા વિષ્ઠાવાળો દેહ માને એ કેવું ? યોગાચાર્યો એને અવિદ્યા કહે છે.
આત્મા નિત્ય, શુચિ, સ્વાધીન છે. શરીર અનિત્ય, અપવિત્ર અને પરાધીન છે.
૦ મિથ્યાત્વ ગયા વિના મળેલું દ્રવ્ય ચારિત્ર લાભદાયી બનતું નથી. દ્રવ્યચારિત્રવાળો અહીં પણ તોફાન કરે.
યા તો દેહ સાથે અભેદ સાધો,
યા તો દેવ સાથે અભેદ સાધો. બેમાંથી ક્યાંક તો એકતા કરવાની જ છે. જ્યાં એકતા કરવી છે ?
દેહને પસંદ કરવો છે કે દેવને ? દેવ ખાતર દેહને છોડવો છે કે દેહ ખાતર દેવને છોડવા છે ?
બહિરાત્મદશા - હેય, અંતરાત્મદશા – ઉપાય, પરમાત્મદશા - સાધ્ય છે.
જ્યાં સુધી પરમાત્મદશા પ્રગટ ન થાય ત્યાં સુધી પરમાત્માને પ્રાણ-ત્રાણ અને આધાર સમજી ભજવા જોઈએ.
૦ શમ - સંવેગ - નિર્વેદ - અનુકંપાદિ લક્ષણો દેખાવા માંડે તો સમજવું ઃ મિથ્યાત્વનું જોર ઘટી રહ્યું છે, સમ્યત્ત્વનો સૂર્યોદય થઈ રહ્યો છે.
સમ્યક્તને શુદ્ધ રાખવા દર્શનાચારોનું પાલન અતિ જરૂરી. પહેલો જ્ઞાનાચાર. કારણકે જ્ઞાનથી તત્ત્વ જણાય ને પછી તે પર શ્રદ્ધા થઈ શકે.
આત્માના મુખ્ય બે ગુણ. જ્ઞાન, દર્શન. તેમાં પણ જ્ઞાન જ પ્રધાન છે.
‘ગુણ અનંત આતમ તણા રે, મુખ્યપણે તિહાં દોય: તેમાં પણ જ્ઞાન જ વડું રે, જેહથી દંસણ હોય રે...”
- વિ. લક્ષ્મીસૂરિ આત્મનિરીક્ષણ કરતા રહીને રોજ જોવાનું છે : દવાથી કેટલા અંશે દર્દ દૂર થયું ? ધર્મથી કર્મ કેટલે અંશે ગયા ?
૨૦૮
* * * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧