________________
प्रेम से धर्म समझाते हुए पूज्यश्री, वढवाण, वि.सं. २०४७
શ્રાવણ વદ ૧
૨૭-૦૮-૧૯૯૯, શુક્રવાર
દવા લઈએ તો રોગ અવશ્ય મટે. તેમ ધર્માસેવન
(આરોગ્ય + બોધિ + સમાધિ)થી કર્મરોગ અવશ્ય મટે.
પૂર્ણ આરોગ્ય એટલે મોક્ષ.
આથી સિદ્ધ થયું કે આપણે રોગી છીએ.
રોગીએ રોગ મટાડવાના પ્રયત્નો કરવાના હોય. શારીરિક રોગનો અનુભવ થાય છે. કર્મરોગનો અનુભવ થતો નથી.
સન્નિપાતના રોગીને ખબર નથી હોતી : હું રોગી છું. શરાબીને ખબર નથી હોતી : હું નશામાં છું. તેમ આપણને પણ કર્મરોગમાં ખ્યાલ આવતો નથી.
મદિરાપાયી અને મોહાધીનમાં કોઈ ફરક ખરો ? બંનેમાં બેહોશી છે. એકમાં બેહોશી સ્પષ્ટ દેખાય છે. બીજાની બેહોશી જોવા સૂક્ષ્મદષ્ટિ જોઈએ.
મિથ્યાત્વ દારૂ છે. એ મુંઝાવે. શરીર એ જ હું છું - એવું જ ભાન કરાવતો રહે.
કહે કલાપૂર્ણસૂરિ-૧
૨૦૦