________________
સાધનામાં મન નહિ લાગે.
શરીરમાં કોઈપણ ભાગમાં વાગે, દર્દ આપણને થાય, સમગ્રરૂપે થાય. કારણ કે આખું શરીર એક છે, તેમ જીવાસ્તિકાયરૂપે આપણે એક છીએ. આત્મા અસંખ્યપ્રદેશી છે, તેમ જીવાસ્તિકાય અનંત પ્રદેશી છે. જીવાસ્તિકાય સર્વજીવોનો સંગ્રહ છે. એક પણ જીવ બાકાત રહે ત્યાં સુધી તો જીવાસ્તિકાય ન જ કહેવાય, પણ એક જીવનો એક પ્રદેશ બાકી રહે ત્યાં સુધી પણ જીવાસ્તિકાય ન કહેવાય. આ જીવાસ્તિકાય એક છે.
જીવાસ્તિકાયનું સ્વરૂપ : દ્રવ્યથી અનંત જીવદ્રવ્ય, ક્ષેત્રથી લોકાકાશવ્યાપી,
કાળથી નિત્ય - અનાદિ અનંત, ભાવથી અરૂપી વર્ણાદિથી રહિત.
જીવાસ્તિકાયનું લક્ષણ : ઉપયોગ. ઉપયોગ, ચેતના લક્ષણથી જીવ એક જ છે. આ ભણ્યા વગર પડિલેહણ, જયણા વગેરે સાચા અર્થમાં ન આવે. જ્યાં સુધી જીવાસ્તિકાયના આ પદાર્થને આત્મસાત્ ન કરીએ ત્યાં સુધી સંયમ નહિ પાળી શકાય.
સમુદાય, સમાજ, દેશ, માણસ તરીકે આપણે એક છીએ. આગળ વધીને જીવ તરીકે આપણે સૌ એક છીએ. દૃષ્ટિ ખૂબ જ વિશાળ બનાવવી પડશે. સર્વ જીવોને સમાવી લે તેવી દૃષ્ટિ.
ભગવન્ ! હું મૂઢ છું. હિત-અહિત જાણતો નથી, તારી કૃપાથી અહિતને જાણી તેનાથી અટકું, સર્વ જીવો સાથે ઉચિત પ્રવત્તિવાળો બને તેમ કરજે.
જીવાસ્તિકાય એક છે. એમાં કર્મકત ભેદ નથી આવતો. સિદ્ધ - સંસારી સર્વજીવોને જોડનાર જીવાસ્તિકાય છે.
શબ્દ, રૂપ, રસ વગેરે પણ નાસ્તિત્વ રૂપે આત્મામાં છે.
એક પ્રદેશ પણ ઓછો હોય તો જીવાસ્તિકાય ન કહેવાય તો આપણે એકપણ જીવને આપણી મૈત્રીમાંથી બાકાત રાખીશું તો મોક્ષ શી રીતે મળશે ?
૨૦૪
=
=
=
=
=
=
*
*
* *
* * કહે