________________
જીવરૂપે આપણે વ્યક્તિ ચેતના છીએ. જીવાસ્તિકાયરૂપે આપણે સમષ્ટિ ચેતના છીએ. આથી જ કોઈપણ જીવને સુખી કે દુઃખી બનાવવાના પ્રયત્નથી આપણે જ સુખી કે દુઃખી બનીએ છીએ.
“ખામેમિ સવ્ય જીવે આ ભાવના પર તો આપણું આખું પર્યુષણ પર્વ અવલંબે છે.
- મુખ્ય ચીજ પંચાચાર (જ્ઞાનાચારાદિ) છે. તેની રક્ષા માટે જ બીજું બધું – મહાવ્રતાદિ છે.
- ભક્તિ :
ભક્તિ દર્શનાચારમાં આવે. તે બીજા ચારેયમાં સહાયક બને. ભક્તિ જાણકારીમાં ભળે તો સમ્યગૂ જ્ઞાન, વિશ્વાસમાં મળે તો સમ્યગુ દર્શન, કાર્યમાં ભળે તો સમ્યગું ચારિત્ર, તપમાં ભળે તો સમ્યક તપ બને.
ભક્તિ ત્રણેય સામાયિક (શ્રુત, સમ્યક્ત અને ચારિત્ર સામાયિક)ને લાવનારી છે. આથી જ કોઈપણ સામાયિક ગ્રહણ કરતી વખતે ભગવાનની ભક્તિ (દેવવંદનાદિ) કરવામાં આવે છે.
ભગવાન અભય, ચક્ષુ, માર્ગાદિ આપનારા છે. અભય એટલે ચિત્તસ્વાથ્ય.
મનનું ન લાગવું – અસ્તવ્યસ્ત રહેવું તે ભય. આ ફરિયાદ ભગવાન જ દૂર કરી શકે.
ચિત્તની વિહ્વળતા ભયથી જ આવે, એમ સૂક્ષ્મ નિરીક્ષણ કરતાં જણાશે.
ભય ચંચળતા હો જે પરિણામની રે...' - આનંદઘનજી ભય મોહનીય ચઉદિશિએ' ચારેબાજુ ભય છે. નિર્ભય એક ભગવાનનો ભક્ત છે. પ્રસન્નતા અભયમાંથી જ જન્મે છે.
ચિત્ત અપ્રસન્ન બને, ત્યારે ભગવાનની ભક્તિ કરી જુઓ. પ્રસન્નતા રૂમઝૂમ કરતી આવશે.
ખૂન કે ચોરી કરનાર માણસ સ્વયમેવ ભયગ્રસ્ત હોય છે, રાત્રે ઊંઘ નથી આવતી એ ભયનું ઘણું મોટું કદ છે. પણ નાના કદના ભય, આપણા સૌમાં છે જ.
ઝ
ઝ
=
=
=
=
•
૨૦૫