________________
આ નાનામાં ન
વડવાળ ( ગુજ્ઞાત) ઉપાશ્રય મેં પૂજ્યશ્રી, વિ.સં. ૨૦૪૭
૧૯૬ *
શ્રાવણ સુદ ૧ ૨ ૨૩-૦૮-૧૯૯૯, સોમવાર
અહિંસારૂપી સિદ્ધશિલા ૫૨ જેણે વાસ નથી કર્યો તે ઈષત્પ્રાક્ભારા સિદ્ધશિલા પર વાસ નહિ કરી શકે.
ઇષત્પ્રાક્ભારા સિદ્ધશિલા કાર્ય છે. અહિંસા કારણ છે.
‘શિવમસ્તુ સર્વ જગતઃ'માં આવતો શબ્દ ‘શિવા’નો અર્થ અહિંસા થાય. પ્રશ્નવ્યાકરણમાં અહિંસાના પર્યાયવાચી શબ્દોમાં ‘શિવા’ શબ્દ પણ છે. ‘અહં તિત્થરમાયા' હું અહિંસા - શિવા, કરુણા, તીર્થંકરની માતા છું. ‘કરુણા વિના કોઈ જ તીર્થંકર બની શકે નહિ. માટે જ બધા ગુણોને ઉત્પન્ન કરનાર, શેષ વ્રતોનું રક્ષણ કરનાર અહિંસા જ છે.
હૃદય કઠોર હોય તો સમજવું : અનંતાનુબંધી કષાય છે. એ હોય ત્યાં સુધી સમ્યક્ દર્શન ન હોય. સમ્યગ્ દર્શન ન હોય ત્યાં સુધી ગુણ પણ અવગુણ કહેવાય. અવગુણ તો અવગુણ છે જ.
સમ્યગ્દર્શનને પેદા કરનાર અહિંસા છે, મૈત્રી છે, પ્રભુભક્તિ છે. કઠોરહૃદયી મૈત્રી કે ભક્તિ ન જ કરી શકે.
* કહે કલાપૂર્ણસૂરિ-૧