________________
જ છે. તમે ઇન્દ્રિયસુખમાં મૂઢ થઈને પડ્યા રહો તે મોહને ખૂબ જ ગમે છે. કારણ કે જો તમારી મૂઢતા ચાલી જાય તો મોહની પક્કડ છૂટી જાય, અનંતની ભાળ તમને મળી જાય. મોહની આધીનતાથી કર્મ બંધાય. ભગવાનની આધીનતાથી કર્મ તૂટે.
પ્રભુ જ મોહની જાળમાંથી આપણને છોડાવી શકે. પુદ્ગલના પ્રેમથી છૂટવા પ્રભુનો પ્રેમ જોઈએ. પ્રેમ આત્માનો સ્વભાવ છે. એ છોડી ન શકાય. પણ તેનું રૂપાંતર કરી શકાય. પુદ્ગલનો પ્રેમ પ્રભુમાં જોડી શકાય. શબ્દાદિ પુદ્ગલના ગુણો છે. જ્ઞાનાદિ આત્માના ગુણો છે. આપણને કયા ગુણો ગમે ? જે ગુણો ગમશે તે મળશે. પ્રભુનો શરણાગત નિર્ભય હોય. ભય હોય તો સમજવું : હજુ પ્રભુનું સંપૂર્ણ શરણું સ્વીકાર્યું નથી.
પ્રભુના ગુણો અને પ્રભુ ! પ્રભુનું નામ અને પ્રભુ, પ્રભુની મૂર્તિ અને પ્રભુ એક જ છે.
નદીનું પૂર જ્યારે કાંઠા તોડીને વહેવા લાગે ત્યારે કૂવો, તળાવ, નદી બધું જળબંબાકાર થઈ જાય છે, ત્યાં કોઈ ભેદ રહેતો નથી. પ્રભુ સાથે એકતા સધાઈ જાય છે, ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની એકતા સધાઈ જાય છે ત્યારે બધું એક થઈ જાય છે.
કોઈપણ પદાર્થ પર આસક્તિ ન થાય, એવું જીવન ક્યારે બને ? પ્રભુ પ્રત્યે પ્રેમ જાગે, પ્રભુ સાથે એકતા સધાય ત્યારે.
૧૮૮
'कहे कलापूर्णसूरि' पुस्तक मल्युं. आध्यात्मिक वाचनाओनुं सरस संकलन कर्तुं छे. अध्यात्म- योगी पूज्य आचार्य-भगवंतनी पानेपाने विविध मुद्राओ द्वारा दर्शन पण थाय छे. तत्त्वना खजानाथी भरपूर छे. खरेखर ! तमारुं संपादन दाद मांगी ले तेवुं छे.
आचार्य विद्यानंदसूरि
*
* કહે કલાપૂર્ણસૂરિ-૧