________________
ઘર વીંછીનું ઘર હતું. સાફ કરે તો ૧૦-૧૫ વછી તો નીકળે જ. પણ મને કદી વીંછી કરડ્યો નથી. “ધર્મો રક્ષતિ રક્ષિતઃ ”
દરેક ક્રિયા જયણાપૂર્વકની હોવી જોઈએ. જયણા ન રાખી તો આપણને તો દોષ લાગ્યો જ સમજો. પછી ભલે જીવહિંસા ન પણ થઈ હો ! સાધુ માટે પ્રમાદ એ જ હિંસા !
જેના હૃદયમાં પ્રભુ હોય તેને પ્રમાદ હોય ? પ્રમાદ નહિ, પ્રમોદ (આનંદ) હોય. પ્રભુ-ભક્તિ આવતાં જ પ્રમાદ પ્રમોદમાં પલટાઈ જાય.
મદ્રાસમાં મોટા મોટા ડૉકટરોનો ભેટો થયેલો છે. તેમનામાં ભગવાનની શક્તિ જોવા મળી. તેઓ કહેતા : “દમ तो निमित्त है। भगवान करेंगे तो अच्छा होगा । ईश्वर की प्रेरणा से हुआ । ईश्वर ने किया । हम कौन ? हम सिर्फ નિમિત્ત હૈ !” આવા ઉદ્ગારો સંભળાય. આપણે હોઈએ તો શું કહીએ ? કહેવા ખાતર “દેવ-ગુરુ-પસાય' કહીએ, પણ અંદર અભિમાન પડેલું જ હોય...
પડિલેહણ-વિધિ જેમ અત્યારે કરીએ છીએ તેમ અહીં પંચવસ્તકમાં બતાવી છે.
પડિલેહણ આદિ આપણે બહુ જલ્દી કરીએ છીએ.
આપણને જલ્દીની પડી છે. જ્ઞાનીઓને જીવોની પડી છે. પડિલેહણ જલ્દી કરવાથી મોક્ષ-માર્ગે ધીમે પહોંચાય, ધીમે કરવાથી જલ્દી પહોંચાય. આમાં ટાઈમ બગડતો નથી, સફળ થાય છે. સ્વાધ્યાય કરીને આખરે શું કરવાનું છે ? “જ્ઞાની फलं विरतिः'
- ભક્તિ : પડિલેહણ પણ આજ્ઞારૂપ એક ભક્તિ જ છે.
પ્રભુ પ્રત્યે પ્રેમ એટલે તેમના ગુણો પ્રત્યે પ્રેમ, પ્રભુના ગુણો અનંત છે, અનંતાનંત છે. એકેક પ્રદેશમાં ઠાંસીને ભરેલા છે ગુણો !
એ જ ગુણો આપણામાં પણ છે. અનંત ખજાનો પાસે હોવા છતાં આપણે ઘોરી રહ્યા છીએ, પ્રમાદમાં છીએ. ભગવાન કહે છે : જરા તો જાગીને જુઓ ! અનંતનો ખજાનો તમારી પાસે
કહે
*
*
*
*
*
*
*
*
*
* *
* * ૧૮૦