________________
પારસી, વિરd. ર૦૪૭
શ્રાવણ સુદ ૯ ૨૦-૦૮-૧૯૯૯, શુક્રવાર
૦ શ્રાવકની સમગ્ર પ્રવૃત્તિ ચારિત્રાવરણીય કર્મના ક્ષય માટે જ હોય. ક્યારેક પ્રસંગ આવી પડતાં તે દીક્ષા લેવા તૈયાર થઈ જાય. પ્રવ્રજમ્યા પછી પ્રતિદિન સાધુની દિનચર્યા કેવી હોય ? તે જાણવાનો શ્રાવકને અધિકાર છે.
૦ પડિલેહણા : સાધુ કોઈ પણ ચીજ પડિલેહણ વગરની ન વાપરે. ગોચરી જતી વખતે પણ દૃષ્ટિ પડિલેહણ કરે. એક વખતે ગુરુએ શિષ્યને એ અંગે સહજ ટકોર કરી.
શિષ્યને થયું : વારંવાર શું જોવાનું ? હમણા તો જોયેલું. ઝોળી ખોલીને જોયું તો અંદર વીંછી હતો.
ઘણી વખત જોયા વિના તપણી લઈ જતાં અંદર દોરો, પંજણી વગેરે પડેલા હોય. આવું ઘણી વખત બનતું હોય છે. માટે જ જોવું જરૂરી છે.
હું નાનો હતો. સ્પંડિલ જવાની ઉતાવળ. ગંજી ઉતારીને ખીલી પર લટકાવ્યું. પાંચ-દસ મિનિટ પછી એમને એમ પહેરી લીધું. જોયું તો છ ઈચ મોટો વીંછી. પણ કરડ્યો નહિ, અમારું
૧૮૬ * * * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧