________________
આપણે પણ માનીએ છીએ : जिनो दाता जिनो भोक्ता, जिनः सर्वमिदं जगत् । जिनो जयति सर्वत्र, यो जिनः सोऽहमेव च ॥
- શક્રસ્તવ આવશ્યક નિર્યુક્તિમાં... પ્રશ્ન : કેવળજ્ઞાનનું પ્રમાણ કેટલું ?
ઉત્તર : ગુણ-ગુણીનો અભેદ. એ દૃષ્ટિએ જઘન્યથી બે હાથ (કૂર્મપુત્ર) અને ઉત્કૃષ્ટથી ચૌદ રાજલોક. (સમુદ્યાત વખતે) સામાન્ય દેહધારી કેવળીનું ઉત્કૃષ્ટથી ૫૦૦ ધનુષ્ય.
આ પદાર્થ કેવળજ્ઞાનનું ધ્યાન કરતી વખતે ખૂબ જ સહાયક બને તેમ છે.
સં. ૨૦૨૮માં લાકડીઆ ચાતુર્માસમાં ઓરડીમાં હું લખતો હતો. અચાનક જ પ્રકાશ રેલાયો. જોયું તો ખુલ્લી નાની બારીમાંથી સૂર્યનો પ્રકાશ આવ્યો હતો, વાદળ હટવાથી. ક્ષયોપશમની બારી ખુલે તો જ્ઞાનનું અજવાળું રેલાય.
સમુઠ્ઠાતના ૪થા સમયે કેવળી સર્વલોકવ્યાપી બને ત્યારે એમના આત્મપ્રદેશો આપણને પણ સ્પર્શે છે. પ્રભુ જાણે સામેથી મળવા આવે છે. દર છ મહિને આ રીતે પ્રભુ આપણને મળવા આવે જ છે. આપણે પ્રભુને ક્યારે મળીએ છીએ ?
સકલ જીવરાશિના પ્રેમથી જે કેવળી બન્યા તે છેલ્લે છેલ્લે આ રીતે મળવા આવે જ ને ? હવે તો મોક્ષમાં જવાનું છે. પછી ક્યારે મળવાના ? કેવળી ભલે કર્મક્ષય માટે કરતા હોય, પણ એમાં આપણુંય કલ્યાણ ખરું ને ? પ્રધાનમંત્રી ભલે ગમે તે કારણે તમારા ગામમાં આવે પણ તમારા ગામના રસ્તા વગેરે તો વ્યવસ્થિત થઈ જાય ને ?
૧૮૦ * * * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧