________________
એનાથી પણ આગળ વધીને ગુરુ પ્રભુ સાથે મિલન કરાવી આપે છે.
લોચ – વિહારાદિ દ્વારા મેળવેલી સહનશીલતા જીવનભર કામ લાગે. પછી નાનકડું દુઃખ વિચલિત ન કરી શકે.
૦ ભક્તિ :
આપણે જૈન સાધુ તરીકે ઓળખાઈએ છીએ. જૈન એટલે જિનનો સાધુ ! જે ભગવાનથી આપણે ઓળખાઈએ એ જ ભગવાનને ભૂલી જઈએ તો કૃતઘ્ન ન કહેવાઈએ ?
સાધુ કોઈપણ ઘરે વહોરવા જાય, કોઈ ચાર્જ નહિ, સુલભતાથી ગોચરી આદિ મળી જાય, એ કોનો પ્રભાવ ? ભગવાનનો ! એ ભગવાનને ભૂલાય શી રીતે ?
ભગવાન વિદ્યમાન હતા ત્યારે પણ લોકો પોતાના હૃદયમાં તેમનું નામ જ રાખતા હતા, સ્થાપના દ્વારા જ ઉપાસના કરતા હતા. ભગવાન મોક્ષે ગયા પછી પણ નામ અને સ્થાપનામાં કોઈ ફરક નથી પડ્યો. એ તો એના એ જ છે. એની કલ્યાણકારકતા પણ એની એ જ છે.
ભગવાન પ્રત્યે ભક્તિ ન જાગતી હોય તો માનવું કે હું દીર્થસંસારી છું. અલ્પકાલીન સંસારવાળાને ભગવાન ગમે જ. અલ્પકાળમાં જે સ્વયં ભગવાન બનવાનો છે, એને ભગવાન ન ગમે એ શી રીતે ચાલે ? ભગવાન ને ગમે તે ભગવાન બની શકે નહિ.
યશોવિ. જેવા તો ત્યાં સુધી કહે છે : મુક્તિથી પણ મને ભક્તિ પ્યારી છે. જયાં ભક્તિ ન હોય એવી મુક્તિથી મારે શું કામ છે ?
ભક્ત સર્વ જીવમાં પણ ધીરે-ધીરે ભગવાન જુએ છે. આજે નથી, પણ કાલે એ ભગવાન બનવાનો જ છે.
જીવ શિવ જ છે. આજનું બી, કાલનું વૃક્ષ છે. માળી બીમાં વૃક્ષ દેખે છે. ભક્ત જીવમાં શિવ જુએ છે.
यत्र जीवः शिवस्तत्र, न भेदः शिवजीवयोः । न हिंस्यात् सर्वभूतानि, शिवभक्ति-समुत्सुकः ॥
- અન્ય દર્શન
કહે
મ
મ
મ
મ
મ
ઝ
ઝ
*
* *
* * * ૧૦૯