________________
ढवाण (गुजरात) में पूज्यश्री का प्रवेश, वि.सं. २०४७
શ્રાવણ સુદ 9 ૧૮-૦૮-૧૯૯૯, બુધવાર
આગમો પર નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકાઓ ન હોય તો વાસ્તવિક અર્થ સમજાય નહિ, માટે જ ચૂર્ણિ ટીકા વગેરે પણ આગમ જેટલા જ ઉપકારી છે. અર્થને ન માનીએ તો ભગવાનની, સૂત્રને ન માનીએ તો ગણધરની આશાતના થાય. કારણ કે તેના આદ્ય પ્રરૂપક તેઓ છે.
વિદ્યાથી વિવાદ નથી કરવાનો, વિવેક જગાવવાનો છે. વિવેકથી વૈરાગ્ય - વિરતિ - વિજ્ઞાન વગેરે પ્રગટે છે.
આપણે એમ માની લીધું : વૈરાગ્ય તો મુમુક્ષને હોય. સાધુને જરૂર નહિ. વૈરાગ્ય વિના ચારિત્ર ટકે શી રીતે ? જ્ઞાન વધે તેમ વૈરાગ્ય વધવો જોઈએ. દોષોની નિવૃત્તિ અને ગુણોની પ્રાપ્તિ કરાવે તે જ સાચું જ્ઞાન ! જ્ઞાનથી જો અભિમાનાદિ વધે તો અજ્ઞાન કોને કહીશું ? દીવાથી અંધારું વધે તો દીવો કોને કહીશું ? પ્રભુ-ભક્તિ વૈરાગ્યાદિ ગુણો જ્ઞાનથી વધવા જોઈએ. જ્ઞાન - ભક્તિ – વૈરાગ્ય ત્રણેય સાધનામાં જરૂરી છે.
- દીક્ષા એટલે ચોરાશી લાખ જીવયોનિના જીવોને
કહે
=
*
* *
*
* *
* ૧૦૦