________________
કક્ષાની કેળવણી છે.
દીક્ષા લીધી ત્યારે હું તો ૩૦ વર્ષનો હતો, પણ આ (પૂ. કલાપ્રભવિ., પૂ. કલ્પતરુવિ.) ૮, ૧૦ વર્ષના હતા, છતાં અમે બધા એકાસણામાં આવી ગયા. કારણ કે અહીંનું વાતાવરણ જ એવું હતું.
દીક્ષા લઈને આવ્યા પછી રાજસ્થાનમાં ઘણા પૂછતા : આ (બાલ મુનિઓ) ક્યાંથી ઊઠાવી લાવ્યા ? ગુરુ મહારાજ કહેતા : ‘એમના પિતા સાથે છે.'
ઘણા બાળદીક્ષાનો વિરોધ કરતા, ઊઠાવી જવાની પણ વાતો કરતા. તેમને જડબાતોડ જવાબ અપાતા.
સંયમીનું જીવન એટલે અસલામતીનું જીવન ! એને વળી સલામતી શાની ? અજ્ઞાત ઘરોમાં જવાનું ! જ્ઞાતને ત્યાં જવાનું તો હમણાં હમણાં થઈ ગયું. અસલામતીમાં રહેવાથી આપણું સાહસ, સત્ત્વ આત્મવિશ્વાસ આદિ ગુણો વધે છે.
અહીં આવ્યા પછી શક્તિ ન હોય તો પણ તપ ક૨વો જ એવું નથી. એક સાધુ, વર્ષીતપ, ઓળી, માસક્ષમણ વગેરે કરે એટલે બીજાએ કરવું જ, એવું નથી. શાસ્ત્રકાર કહે છે : सो हु तवो कायव्वो, जेण मणो मंगुलं न चिंते । जेण न इंदियहाणी, जेण य जोगा ण हायंति ॥ तत् हि तपः कर्तव्यं, येन मनोऽसुदरं न चिन्तयति । येन न इन्द्रिय- हानि:, येन च योगाः न हीयन्ते ॥ પંચવસ્તુક ૨૧ ૪
જે તપમાં બાટલા લેવા પડે, ઇન્જેક્શન લેવા પડે, બેસીને ક્રિયાઓ ક૨વી પડે, આંખો નબળી પડે, શ૨ી૨ સાવ જ કથળી જાય, એવો તપ કરવાની શાસ્ત્રકાર ચોખ્ખી ના પાડે છે. સાધુની ભિક્ષાના બે નામ છે : ગોચરી અને માધુકરી ! ગાય અને ભમરો બંને ઘાસ અને ફૂલને પીડા આપ્યા વિના થોડું થોડું લે છે. માટે તેમના નામ પરથી ગોચરી અને માધુકરી (ગો =ગાય, મધુકર =ભમરો) શબ્દો બન્યા છે. સાધુનું જીવન જ એવું છે જો તેનું સુંદર રીતે પાલન ક૨વામાં આવે તો આ જીવનમાં પણ સુખ અને પરલોકમાં
કહે કલાપૂર્ણસૂરિ-૧ *
-
૧૩