________________
પણ સુખ !
જેઓ દ્રવ્યદીક્ષિત બનીને માત્ર ઉદર માટે જ ભિક્ષાર્થે ફરે છે, તેનો જિનેશ્વરદેવે નિષેધ કર્યો છે. તેઓને પાપનો ઉદય છે, એમ જરૂર કહી શકાય. આવાઓ ન તો સાધુ છે, ન ગૃહસ્થ છે, ઉભયભ્રષ્ટ છે.
‘લહે પાપ-અનુબંધી પાપે, બલ-હરણી જન-ભિક્ષા; પૂરવ ભવ વ્રત ખંડન ફલ એ, પંચવસ્તુની શિક્ષા.’ ૩૫૦ ગાથાનું સ્તવન આ જ પંચવસ્તુકનો ભાવ યશોવિ. એ આ રીતે દર્શાવ્યો
છે.
ગૃહસ્થાપણામાં ધ્યાનમાં સ્થિરતા નથી આવતી તે અંગે કહે છે : મોટા ભાગે ગૃહસ્થો ચિન્તામાં પડ્યા હોય. પૈસાની, સરકારની, ગુંડાની, ચોરની બીજી પણ હજારો પ્રકારની ચિન્તામાં ધ્યાનમાં સ્થિરતા આવવી મુશ્કેલ છે.
હવે વાત રહી પરોપકારની. ગૃહસ્થો માત્ર અન્નદાન આપે છે. જ્યારે સાધુ અભયદાન આપેછે. અભયદાન કરતાં કોઈ મોટું દાન નથી. ગૃહસ્થપણામાં સંપૂર્ણ અભયદાન સંભવિત નથી. અભયદાન માટેની પેલી ચોરની પ્રસિદ્ધ વાર્તા પછી કરીશું. ભક્તિ : ચૈત્યવંદન ભક્તિયોગ છે. સ્વાધ્યાય જ્ઞાનયોગ છે. પાલન કરવું છે ચારિત્રયોગનું તો ભક્તિ અને જ્ઞાનયોગ કેમ ? એ બંને ચારિત્રને પુષ્ટ બનાવનારા છે માટે. જો તમે ભક્તિ અને જ્ઞાન છોડો તો ચારિત્ર રીસાઈને ચાલ્યું જશે. એ કહેશે : એ બંને વગર હું તમારે ત્યાં રહી શકું તેમ નથી.
દેરાસરમાં માત્ર પા કલાક જ કાઢો છો ? સાત ચૈત્યવંદનો કેવા કરો છો ? તે નિરીક્ષણ કરજો. ભક્તિ વિના શી રીતે ટકશે ચારિત્ર ?
જાતને એકાંતમાં પૂછજો : તને કોના પર વધુ રાગ છે ? કોના પર રાગ રાખવાથી વધુ લાભ છે ?
આત્મા માલિક છે. શરીર નોકર છે. અત્યારે
* કહે કલાપૂર્ણસૂરિ-૧
૧૭૪