________________
શેર પણ બોલ
વવાળ ( ગુરાત) ઉપાશ્રય મેં પૂન્યશ્રી, વિ.સં. ૨૦૪૭
શ્રાવણ સુદ ૬ ૧૭-૦૮-૧૯૯૯, મંગળવાર
નાથ એટલે અપ્રાપ્ત ગુણોની પ્રાપ્તિ અને પ્રાપ્ત ગુણોની રક્ષા કરનાર, દુર્ગતિમાં પડતા જીવોને બચાવનારા. નાના છોકરાની જેમ હાથ પકડીને તેઓ બચાવતા નથી, આપણા પરિણામોની રક્ષા કરીને બચાવે છે. તીવ્ર અશુભ પરિણામ થાય તે પહેલા જ આપણને ભગવાન શુભઅનુષ્ઠાનોમાં જોડી દે છે.
રાગ-દ્વેષના નિમિત્તોથી જ દૂર રહીએ તો તત્સંબંધી વિચારોથી કેટલા બચી જઈએ ? આત્મા નિમિત્તવાસી છે. જેવા માણસો સાથે આપણે રહીએ તેની અસર પડવાની જ. વાંચીએ તો તે ગ્રંથોની અસર પડવાની. જ્યાં રહીએ તે સ્થાનની પણ અસર પડવાની જ.
૧૭૨ ***
પ્રતિકૂળતા વખતે પણ સહનશીલતા કેળવેલી હોય તો ગમે તેટલા દુ:ખો વખતે પણ આપણે વિચલિત ન બનીએ. લોચ, વિહાર વગેરે આવી કેળવણી માટે જ છે. ભણવું એ જ કેળવણી નથી. વિહાર, લોચ, ગોચરી આદિ પણ ઉત્કૃષ્ટ
* * કહે કલાપૂર્ણસૂરિ-૧