________________
હું કા.સુ. ૧૫ પછી દીક્ષા લઈશ. રજા ન આપો તો ચારેય આહારનો ત્યાગ. સસરા મિશ્રીમલજીએ એ વાતને ટેકો આપ્યો. એમણે કહ્યું : મારી પણ વર્ષોથી એ જ ભાવના છે.
| ઘરવાળાએ કહ્યું : અમારું શું થશે ? અમારો તો વિચાર કરો. અમને પણ તૈયાર કરો. અમે પણ દીક્ષા લઈશું.
એ વખતે ચોમાસું રહેલા પૂ. સુખસાગરજીએ સલાહ આપી કે, ‘તુમ તીક્ષા તો તમને નૈશ્વિન જિની પરિય किया है ? अभ्यास है ? प्रथम अध्ययन करो, कोइ साधुका परिचय करो, बच्चों को तैयार करो, बाद में दीक्षा लेना । મને આ સલાહ ઠીક લાગી. ( ૧ ૨ મહિના પાલીતાણા રહ્યો. ચોમાસું અમદાવાદ પૂ. બાપજી મ.સા. તથા પૂ. કનકસૂરિ મ.સા. પાસે રહ્યો. રતનબેન ભાવનગરમાં નિર્મળાશ્રીજી પાસે રહ્યાં. એ વખતે મુમુક્ષુપણામાં પ્રભાકર વિ. તથા નાનાલાલભાઈ ત્યાં હતા.
ચાતુર્માસ પછી ધંધુકામાં પૂ. કનકસૂરિજી મ.સા.એ રતનબેન માટે સુનંદાશ્રીજીનું નામ સૂચવ્યું.
મુહુર્ત ન નીકળે ત્યાં સુધી છવિગઈ ત્યાગ હોવાથી જયપુરથી સાસુ-સસરા આવેલા.
વિરોધ કરનારને કહેતો કે “આપ ભલા તો જગ ભલા.”
આમ ગૃહસ્થપણાનો પરિચય પૂરો થયો, દીક્ષા પછી તો સૌ જાણે છે.
- પૂ.આ.શ્રી વિજ્યકલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા. નાગોર (રાજ.) જૈન ઉપાશ્રય વિ.સં. ૨૦૪૧, વૈ.સુ. ૨ બપોરે ૩.૩૦ થી ૪. ૪૫
(18