________________
જગત
હોય. બાકીના કલાકો ગોદામમાં જીવ આત્માની વિચારણામાં પસાર કરતો. (સાચું કહું તો ધ્યાનનો રંગ ત્યારથી લાગ્યો છે.) તે વખતે મહિને ૨૫.૦૦ રૂપિયા મળતા. પછી બીજી વખત રાજનાંદગાંવ આવ્યો ત્યારે સંપતલાલજીનો સ્વર્ગવાસ થઈ ગયો હતો. જમનાલાલજીને મારી ધર્મક્રિયા નહિ ગમવાથી નોકરી છોડીને સોના-ચાંદીનો ધંધો શરૂ કર્યો. પણ તેમાં ફાવટ ન આવી. પછી કાપડનો ધંધો શરૂ કર્યો. તેમાં ફાવટ આવી. (કારણ કે ઓરિસ્સા, જયપુરમાં કાપડનો ધંધો શીખ્યો હતો.)
દેરાસરમાં જાઊં ત્યારે ખીસ્સામાં જેટલા પૈસા હોય એટલા ભંડારમાં ખાલી કરતો. નોકરી વખતે તો ઓછા હોય, પણ ધંધો શરૂ થયા પછી તો ઘણા હોય, પણ દેરાસર જાઉં તો ભંડારમાં નાંખ્યા વિના ન રહું.
-
ત્યાં પૂ. વલ્લભસૂરિજીના રૂપવિજયજી મ.સા.નું ચાતુર્માસ હતું. એમની પાસે પૂ. રામચન્દ્રસૂરિજીનું જૈન પ્રવચન' આવતું. એ વાંચતાં વૈરાગ્યમાં વૃદ્ધિ થઈ. વૈરાગ્ય એટલો મજબૂત થઈ ગયેલો કે ત્યાર પછી કોઈના પણ મરણ વખતે આંસુ આવ્યા નથી. માત્ર પૂ. કનકસૂરિજી મ.સા.ના કાળધર્મ વખતે આંસુ આવેલા.
વિ.સં. ૨૦૦૬માં માતાજીનું ૨૦૦૭માં પિતાજીનું અવસાન થયું.
પછી રૂપવિજયજી મ.સા. પાસે ચતુર્થવ્રત લીધું. બધા કહેવા લાગ્યા કે અક્ષયરાજ દીક્ષા લેશે. જો કે તે વખતે મારો દીક્ષાનો વિચાર ન હતો.
પ્રથમ પુત્ર : જ્ઞાનચન્દ્ર (કલાપ્રભસૂરિજી)નો જન્મ સંવત્ ૨૦૦૦ કા. સુદ ૯, સાંજે પાંચ વાગે થયો. બીજા પુત્ર : આશકરણ (કલ્પતરૂવિજય)નો જન્મ સંવત્ ૨૦૦૨ મા.વ. ૪, રાત્રે ૧૧.૩૦ વાગે થયો. પછી એવો વૈરાગ્ય આવી ગયો કે પૈસા કોના માટે કમાવાના ? આમ દીક્ષાની ભાવના થઈ. ઘરવાળાને કહ્યું :
W
17
A