________________
દેરાસરમાં પૂજા હોય તો મારી હાજરી હોય જ.
લગ્ન વખતે પણ રાત્રે ખાધું નથી. પ્રકૃતિથી બોલવાનું ઓછું તથા હિસાબમાં પાકો.
ફલોદીમાં સવારે ૮ વાગે દૂધ પી ચિંતામણિ દેરાસરમાં જતો. જમવા માટે બહુ મોડેથી જતો. ક્યારેક – ક્યારેક ૨-૩ પણ વાગી જતા. બપોરે ફક્ત એક કલાક ચનણમલજી સાથે દલાલી કરીને સંગીત શીખવા જતો. ક્યારેક ક્યારેક આખો દિવસ (જમીન) દેરાસરમાં કાઉસ્સગ્ન વિગેરેમાં વીતાવતો. પૂજારી ઓળખીતો હતો – બહારથી તાળું હોય.
પરલોક – આત્માદિની વિચારણા કરતો. જેવી આવડે તેવી રીતે પોતાની મેળે વિચારના ચક્કર ચાલુ હોય.
એક વખતે જમતી વખતે મારી માતાએ સહજ રીતે વાત કરી : “આવી રીતે ક્યાં સુધી ખાવું છે ?” મને પણ વિચાર આવ્યો કે વ્યવહાર ખાતર પણ બહાર જવું જોઈએ. કમાણી માટે ક્યારેય ખાસ પ્રયત્ન કર્યો નથી. પ્રભુ ઉપર પાકી શ્રદ્ધા. પ્રભુના બળથી મારું કાર્ય બરાબર પાર પડી જતું.
માતાના કહેવાથી હું રાજનાંદગાંવ ગયો. ત્યાં પણ હું ધર્મને ભૂલ્યો નથી. ધાર્મિક નિયમ સારી રીતે પાળતો. પૂજા-સામાયિકાદિ ગમે તેવી પરિસ્થિતિમાં અવશ્ય કરવાના જ. પહેલાં હું તિવિહાર કરતો, પણ સંપતલાલજી છાજેડના કહેવાથી હું ચોવિહાર કરતો થયો. એક વખત કામના બોજના કારણે રાત્રે બે વાગી ગયા. દેવસિય પ્રતિક્રમણ થાય નહીં એટલે સામાયિક કરવા બેઠો. મને સામાયિક કરતો જોઈને શેઠ આશ્ચર્ય પામ્યા, અને કહ્યું કે, “દુકાનનું કામ તો થતું રહેશે, તું તારું કામ પહેલું પતાવજે.”
મેડતા રોડ તથા કરેડા જેવા પ્રતિમા રાજનાંદગાંવમાં હતા અને તે બાજુમાં વસંતપુરમાં કપડાનું ગોદામ હતું. ત્યાંથી માલ આપવાનું કામ કરતો. એક કલાક જેટલું કામ