________________
અનુકૂળતા મળતી નથી.
વલસાડ પહેલા અતુલમાં પડી ગયો. ભયંકર વેદના, પણ ૨૪ કલાક તો કોઈને વાત કરી જ નહિ.
પ્રતિકૂળતા સહન કરવાની આદત ન હોય તો ?
પ્રતિકૂળતા સહન કરવાની આદતથી અંતે પરમ સુખનો, અનુભવ થાય છે. તેજોવેશ્યાની અભિવૃદ્ધિનો અનુભવ આ જ જન્મમાં થઈ શકે છે. તેનોનેવિવૃદ્ધિાં.”
- જ્ઞાનસાર ૧૨ મહિનાના પર્યાયમાં તો સંસારના સુખની મર્યાદા આવી ગઈ. અનુત્તર વિમાનનું સુખ ટોચ કક્ષાનું છે. પણ સાધુનું સુખ તો એનાથી પણ આગળ જાય છે. એની કોઈ મર્યાદા નથી. એને કોઈ સીમાડા નથી. સ્વયંભૂરમણ સમુદ્રનો છેડો છે, પણ આત્મિક સુખનો કોઈ છેડો જ નથી.
તેજોલેશ્યા એટલે સુખાસિકા !
“અપાયાબ' ના પાઠમાં “માર્ગનો અર્થ સુખાસિકા કર્યો છે. સુખાસિકા એટલે સુખડી ! આત્મા જેનો આસ્વાદ મેળવી શકે તે સુખાસિકા ! અધ્યવસાયોની નિર્મળતાથી આવી સુખાસિકાનો આસ્વાદ મળે છે.
બીજા સુખો સંયોગોથી મળે, ઈચ્છાથી મળે.
આ સુખ સંયોગો વિના, ઈચ્છા વિના મળે અરે, મોક્ષની ઈચ્છા પણ જતી રહે. મોક્ષોલ્લુ વા માંડતુ'
- હેમચન્દ્રસૂરિ. “મોક્ષનું સુખ અહીં જ મળે છે. માટે હવે તેની (મોક્ષની) પરવા નથી.' ભક્તની આ ખુમારી છે. અથવા તો કહો કે આત્મવિશ્વાસ છે : મોક્ષ મળશે જ. હવે શાની ચિંતા..?
આવા સુખી સાધુને પાપનો ઉદય માનવો તે બુદ્ધિનું દેવાળું નથી ? પાપના ઉદયથી ગૃહસ્થપણું મળેલું છે. ચારિત્ર મોહનીય કર્મ પ્રકૃતિ અશુભ કે શુભ ?
મુક્તિનું સુખ પરોક્ષ છે. જીવન્મુક્તિનું સુખ પ્રત્યક્ષ છે.
૧૫૦
* * * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧