________________
સાધનાનો જન્મ થયો ગણાય.
- સન્નિપાતવાળાને તમે દવા આપવા જાવ ને એ તમને લાફો પણ મારી દે છતાં તમે તેના પર ગુસ્સો નહિ કરતાં તેની દયા જ ચિંતવો છો, તેમ સમ્યગ્દષ્ટિ અપરાધી પર પણ દયા ચિંતવે છે. ગુસ્સાની તો વાત જ ક્યાં ? બિચારો કર્માધીન છે ! એનો દોષ નથી ! આ તો કરુણાપાત્ર છે, ક્રોધપાત્ર નહિ !
» ભગવાનનો સાધુ ભિખારી નથી, ચક્રવર્તીનો પણ ચક્રવર્તી છે. તેને મળતું સુખ દેવેન્દ્ર કે ચક્રવર્તી પણ મેળવી શકે નહિ.
પણ એ સાધુ સહન-સાધના અને સહાયતા કરનારા હોવા જોઈએ.
• અહિંસાથી પુણ્યાનુબંધી પુણ્ય. સંયમથી સંવર
તપથી નિર્જરા થાય. આ પુયાદિ ત્રણેય નવ તત્ત્વોમાં ઉપાદેય છે. મોક્ષ ત્રણેયના મિલનથી થાય છે.
અહિંસા પાળીએ તો સંયમ પાળી શકાય. સંયમ પાળીએ તો તપ પાળી શકાય. અહિંસા માટે સંયમ, સંયમ માટે તપ જોઈએ. આમ ત્રણેયમાં કાર્ય - કારણભાવ છે.
૦ પ્રમાદ ગતિને રોકનાર છે. એ ગતિ ચાહે દ્રવ્ય હોય કે ભાવ ! દ્રવ્ય માર્ગની અને મોક્ષ માર્ગની ગતિ, પ્રમાદ રોકે છે.
» રામચન્દ્ર મુનિ કેવળજ્ઞાનની પ્રાપ્તિની તૈયારીમાં હતા ત્યારે સીતેન્દ્ર વિચાર્યું : એ જો પહેલા મોક્ષમાં જશે તો ? નહિ, સાથે મોક્ષમાં જવાનું છે. ઉપસર્ગ કર્યા પણ રામચન્દ્રજી તો ધ્યાનમાં અચલ રહ્યા, કૈવલ્ય મેળવ્યું. સીતા પાછળ રહી ગયા.
સાધના-માર્ગમાં આગળ જતો, પાછળવાળાની વાટ જોઈને ઉભો રહી શકતો નથી. પાછળવાળાએ જ દોડવું રહ્યું.
૦ પ્રતિકૂળતા ટાળવા પ્રયત્ન કરીએ છીએ, પણ પ્રતિકૂળતા તરફનો અણગમો ટાળવા પ્રયત્ન આપણે કરતા નથી. પરિણામ એ આવે છે : પ્રતિકૂળતા ટળતી નથી,
કહે કલાપૂર્ણસૂરિ-૧ = * * * * * *
૧૫૫