________________
) चातुर्मास प्रवेश, वि.सं. २०५५
શ્રાવણ સુદ ર ૧૩-૦૮-૧૯૯૯, શુક્રવાર
એરપોર્ટવાળાનો આ જ ધંધો ! જેને જ્યાં જવું હોય ત્યાંની ટિકિટ આપી ત્યાં પહોંચાડે ! તીર્થકરોનો આ જ વ્યવસાય : જેને મોક્ષમાં જવું હોય તેની જવાબદારી અમારી !
એર-સર્વિસની ટિકિટ માટે પૈસા જોઈએ. અહીં પૈસાનો ત્યાગ જોઈએ. અરે, ઈચ્છામાત્રનો પણ ત્યાગ જોઈએ !
જેમ અત્યારે ટ્રેનોના સંઘ નીકળે છે ને ? ટિકિટ આદિની વ્યવસ્થા સંઘપતિ તરફથી ! મિલાપચંદજી મદ્રાસવાળાએ એક હજાર માણસોને ટ્રેનથી સમેતશિખરજી આદિની યાત્રા કરાવેલી. દોઢ ક્રોડનો ખર્ચ થયેલો. અહીં પણ આવું જ છે : બધી જ જવાબદારી ભગવાનની છે.
છે. ભગવાનનું શાસન આપણને સહનશીલ, સાધનાશીલ અને સહાયશીલ બનાવે છે. જેનામાં આ ત્રણ ગુણ હોય તેને જ સાધક કહેવાય.
સાધુને પ્રતિકૂળતામાં વધુ સુખ લાગે. સંસારીથી ઉર્દુ યા ડુ: સુત્વેન' દુઃખ જ્યારે સુખરૂપ લાગે ત્યારે જ
૧૫૪
* * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧