________________
મુક્તિનું સુખ જેને જોઈતું હોય, જીવન્મુક્તિનું સુખ અનુભવવા તેણે પ્રયત્ન કરવો જોઈએ. તે માટે પ્રભુ-ભક્તિ પરમ આવશ્યક છે.
અધ્યાત્મસાર : ભક્તિ तस्मिन् परमात्मनि परमप्रेमरूपा भक्तिः । - नारदीय भक्तिसूत्र
જીવનું મુખ્ય લક્ષણ જ્ઞાન છે. તેનાથી જ તે અજીવથી જુદો પડે છે. જ્યાં જ્ઞાન હોય ત્યાં પ્રેમ પણ હોવાનો જ. પ્રેમ પ્રતીક છે. જ્ઞાન સ્વરૂપ છે. ચેતન બીજા ચેતન સાથે પ્રેમ કરે, પણ અજ્ઞાની જીવ શરીર સાથે કરી બેસે છે. શરીર પગલ છે. જે પ્રેમ પ્રભુ સાથે કરવાનો હતો, તે પુદ્ગલ સાથે થઈ ગયો. સાવ જ ઉછું થઈ ગયું. “જીવે કીધો સંગ, પુદ્ગલે કીધો રંગ !' પતી ગયું. આત્મા ખરડાઈ ગયો.
જીવ પ્રેમ-રહિત કદી બની શકે નહિ. એ પ્રેમ ક્યાંક તો હોવાનો જ.
રખે માનતા : વીતરાગ પ્રેમરહિત બની ગયા છે. પ્રભુનો પ્રેમ તો ક્ષાયિકભાવનો બની પરાકાષ્ઠાએ પહોંચી ગયો છે. પરમ વાત્સલ્ય અને પરમ કરુણાથી તે ઓળખાય છે.
સમ્યગ્દષ્ટિના લક્ષણમાં આ પ્રેમ જ અભિવ્યક્ત થયો છે. શમ, કરુણા, અનુકંપા વગેરે પ્રેમ જ વ્યક્ત કરે છે. બીજાને પોતાની દૃષ્ટિએ જોવું તે પ્રેમ છે. સિદ્ધ ભગવંતો સૌને પોતાના જેવા પૂર્ણરૂપે જુએ છે. આ ઓછો પ્રેમ છે ? પ્રેમ વિના દયા, કરુણા, અનુકંપા વગેરે થઈ જ ન શકે. આપણે હવે પ્રેમનું સ્થાન બદલવાનું છે. પુદ્ગલથી પ્રભુ તરફ લઈ જવાનો છે.
પ્રભુને પામવાના ચારેય યોગોમાં પ્રેમ દેખાઈ રહ્યો છે. પ્રીતિ, ભક્તિમાં તો પ્રેમ સ્પષ્ટ છે જ.
વચન આજ્ઞામાં પણ પ્રેમ સ્પષ્ટ છે જ. પ્રેમ ન હોય તેની વાત માનો ખરા ? વચન એટલે આજ્ઞા માનવી.
અસંગ : જેના પ્રત્યે પ્રેમ હોય તેના સ્વરૂપ પ્રત્યે પણ પ્રેમ હોવાનો જ. જેના પ્રત્યે પ્રેમ હોય તેની સાથે જ એકમેક બની શકાય. અસંગ એટલે પુદ્ગલનો સંગ છોડી પ્રભુ સાથે એકમેક બની જવું.
મિત્ર કે લગ્નના પ્રેમમાં પણ આવું જ છે. બીજાનો પ્રેમ છોડીએ ત્યારે જ પ્રભુ સાથે મળી શકીએ.
કહે કલાપૂર્ણસૂરિ-૧
જ
=
*
*
*
*
*
*
*
* * ૧પ૦