________________
- એક એવો પણ મત છે, જે માને છે : સાધુ કરતાં ગૃહસ્થાશ્રમ શ્રેષ્ઠ છે : “ધન્યો ગૃહસ્થાશ્રમઃ ' પાપના ઉદયથી તેને છોડવાનું મન થાય છે. આવા મતનું નિરાકરણ હરિભદ્રસૂરિજીએ પંચવસ્તકમાં કર્યું છે.
અઢારેય પાપ છોડનારને પુણ્યશાળી કહેવાય કે પાપી ? આ પુણ્યોદય કે પાપોદય ? હરિભદ્રસૂરિ પ્રશ્નને મૂળમાંથી પકડે છે : પુણ્ય શું? પાપ શું? અસંક્લેશ એટલે પુણ્ય. સંક્લેશ એટલે પાપ. સ્વાભાવિક છે કે ગૃહસ્થો પાસે ગમે તેટલી સમૃદ્ધિ હોય, છતાં સંક્લેશ ન હોય એવું ન જ બને. વધુ સમૃદ્ધિ તેમ વધુ સંક્લેશ ! જયાં સંક્લેશ હોય, આસક્તિ હોય, ત્યાં પુણ્યોદય કેવો ?
સામગ્રીમાં આસક્તિ હોય તો સમજવું : પાપાનુબંધી પુણ્ય. ચક્રવર્તી બ્રહ્મદત્તની પુણ્યાઈ કેટલી હતી ? સમૃદ્ધિ કેટલી હતી ? પણ આસક્તિ કેટલી હતી ? એ આસક્તિ એને ક્યાં લઈ ગઈ ? ૭મી નરકે ! પરણૂ મદદā, નિ:સ્પૃહત્વે મહાપુર'
- જ્ઞાનસાર સુખ અને દુઃખની આ સીધી - સરળ વ્યાખ્યા છે.
ઈચ્છાથી મળતી વસ્તુ દુઃખ જ આપે. ઈચ્છા વિના સહજરૂપે મળી જાય તેમાં નિર્દોષ (અનાસક્ત) આનંદ હોય.
સંસારની પ્રાપ્તિ ઈચ્છા દ્વારા થાય છે.
ઈચ્છાનો ત્યાગ કરવાથી મોક્ષ મળે છે. ખરેખર તો ઈચ્છાનો ત્યાગ એ જ મોક્ષ છે. ઈચ્છા સ્વયં બંધન છે, સંસાર છે. ઈચ્છાનો ત્યાગ મોક્ષ છે.
હમણા ૬ મહિના પહેલા નવી મુંબઈ નેરૂલમાં અંજનશલાકા વખતે નાના છોકરાઓએ નાટક ભજવેલું, ટેન્શન-ટેન્શન' જેમાં બધા જ (વકીલો, ડૉકટરો, શ્રેષ્ઠીઓ) ટેન્શનવાળા છે, સાધુ જ ટેન્શન મુક્ત છે, એવું બતાવાયેલું.
દીક્ષિતનેછે કોઈ ટેન્શન? નો ટેન્શન, નો ટેન્શન, નો ટેન્શન. | વિષયોની ઈચ્છા પણ દુ:ખદાયી હોય તો વિષયોનું સેવન શું કરે ?
જે વૃક્ષની છાયા પણ કષ્ટદાયી હોય તો
કહે
જ
ઝ
=
=
=
=
=
=
=
= ૧૫૧