________________
વાંઝી (વચ્છ ) ચાતુર્માસ પ્રવેશ, વિ.સં. ૨૦
૧૫૦
શ્રાવણ સુદ ૧ ૧૨-૦૮-૧૯૯૯, ગુરુવાર
જે ગ્રંથ આપણે વાંચતા હોઈએ, તેના કર્તા પ્રત્યે બહુમાન વધવાથી આપણે તે ગ્રંથના રહસ્યો સમજી શકીએ. અસલમાં જ્ઞાન નથી ભણવાનું, વિનય ભણવાનો છે. ગુરુ નથી બનવાનું, શિષ્ય બનવાનું છે.
આમાં જ્ઞાન કરતાં વિનય ચડી જાય, તો હું શું કરું ? જ્ઞાનીઓએ જ વિનયને આટલી પ્રતિષ્ઠા આપી છે. દશવૈકાલિક, ઉત્તરાધ્યયન આદિ જોઈ લો.
ડીસામાં (વિ.સં. ૨૦૪૦) એક માળી રોજ વ્યાખ્યાનમાં આવે. એકવાર કહ્યું : હું જે પ્રશ્નો પૂછવા માંગતો હોઉં, તે પ્રશ્નોના જવાબ સ્વયમેવ વ્યાખ્યાનમાં મળી જાય છે. આવો કેટલીયે વખત અનુભવ થયો છે.
આ વ્યક્તિનો નહિ, જિનવાણીનો પ્રભાવ છે. જિનવાણી પર બહુમાન વધવું જોઈએ. અત્યાર સુધી સંસારમાં કેમ ભટક્યા ? ‘નિાવયમન ંતા' જિનવચન મેળવ્યા વિના !
* * કહે કલાપૂર્ણસૂરિ-૧