________________
પ્રભુ પ્રત્યેનો સાચો પ્રેમ ભક્તને સાધુ બનાવે, છેવટે પ્રભુ બનાવે એમાં નવાઈ શી ?
ઈયળ ભમરીના ધ્યાનથી, ભમરી બને, તેમ પ્રભુનું ધ્યાન કરનારો પ્રભુ બને. આમ પણ કુદરતી નિયમ છે : જે જેનું ધ્યાન કરે, તે તેવો બને જ. જડનું ધ્યાન કરનારો એટલે સુધી જડ' બને કે એકેન્દ્રિયમાં પહોંચી જાય. આત્માની સૌથી અજ્ઞાનાવસ્થા એકેન્દ્રિયમાં છે. મરીને એવું ઝાડ બને, જે પોતાના મૂળ નિધાન પર ફેલાવે. અમુક વનસ્પતિ માટે કહેવાય છે કે એના મૂળીયા નીચે નિધાન હોય છે.
આગમથી ભાવ નિક્ષેપે, જેટલા સમય સુધી તમે પ્રભુનું ધ્યાન ધરો છો, તેટલા સમય સુધી તમે પ્રભુ જ છો.
પેલી દીકરાની વહુએ આંગતુકને કહી દીધેલું : શેઠ મોચીવાડે ગયા છે. ખરેખર તો શેઠ સામાયિકમાં હતા, પણ મન જોડામાં હતું. મોચીવાડામાં હતું, તે વહુ સમજી ગયેલી. - જ્યાં આપણું મન હોય, તે રૂપે જ આપણે હોઈએ છીએ.
पूज्यपाद अध्यात्मयोगी सूरिदेवना काळधर्मना समाचार हमणांवर ज सांभळ्या । आंचको अनुभव्यो । देववंदन कर्यु ।
पूज्यश्रीनी विदायथी मात्र आपना समुदायने ज खोट पड़ी छे एवं नथी । आपणे बधा दरिद्र बन्या छीए... आप सहनी वेदनामां अमारुं पण समवेदन जाणशो ।
आपना उपर आवी पडेली जवाबदारी सुंदर रीते वहन करवानुं सामर्थ्य आपने मळी रहे ए ज प्रभु पासे प्रार्थना ।
महापुरुषोनी अणधारी विदाय शून्यता थोड़ी वार उभी करे छ । परंतु तेओ दिव्य रूपे अनेक गणी वधु शक्ति साथे आपणी साथे होय छे... आपने पण आ वातनी प्रतीति थशे ज... आप स्वस्थ बनी जशो । संघने निश्रा आपी पालीताणा पधारो...
- ન. મુનિચંદ્રસૂતિ મનુવંદના
કહે કલાપૂર્ણસૂરિ-૧
* * * * * * * * * * * * ૧૪૯