________________
નિર્મળતા વિનાસ્થિરતા નહિ, સ્થિરતા વિના તન્મયતા નહિ.
શ્રાવક જીવનમાં ધ્યાન કરાય નહિ તેમ નહિ, પણ નિશ્ચલ ધ્યાન ન આવે, ધ્યાન-અભ્યાસ જરૂર થઈ શકે. સંયમથી જ નિશ્ચલ ધ્યાન આવે. નિર્ધાત દીપ જેવા ધ્યાન માટે તો સંયમ જ જોઈએ.
અહિંસાથી પ૨ જીવો સાથેનો સંબંધ. સંયમથી સ્વ સાથેનો સંબંધ સુધરે છે.
જીવોની હિંસા કરીને તમે તમારા જ ભાવપ્રાણોની હત્યા કરો છો. કરુણા કોમળતા સમ્યગ્દર્શનના ગુણો છે. તેનો નાશ થાય છે. જેટલા અંશે અહિંસા તેટલા અંશે નિર્મળતા આવે જ.
દીક્ષા લેતાં મેં પહેલા પૂછાવ્યું કે મને ધ્યાન માટે ૪-૫ કલાક મળશે ?
તો ગુફામાં ચાલ્યા જાવ' પૂ. કનકસૂરિજીનો જવાબ આવ્યો.
પરોપકાર એ સ્વોપકારથી જુદો નથી. પરોપકાર સ્વોપકાર એક જ છે. માટે તીર્થકરો દેશના દ્વારા પરોપકાર કરતા રહે છે.
અહિસા - સમ્યગ દર્શન સંયમ – સમ્યગૂ જ્ઞાન जीवाजीवे अयाणंतो कहं सो नाहीइ संजमं ? તપ – સમ્યક ચારિત્ર.
ઉપકરણોને જયણાપૂર્વક લેવા – મૂકવાની ક્રિયા તે અજીવ સંયમ છે.
૧૭ અસંયમને જીતવા તેનું નામ સંયમ. (પ ઇન્દ્રિય, ૪ કષાય, પ અવ્રત, ત્રણ યોગ આ ૧૭)
રાણ યોગ ગૃહસ્થપણામાં ધર્મપ્રવૃત્તિ કરો ત્યારે જ શુભ... નહિ તો નહિ.
અઢાર હજાર શીલાંગ યાદ રાખવા તદ્દન સરળ છે. એકેન્દ્રિયના પાંચ ભેદ.
બેઈ. - તે ઈ. - ચલે. - પંચે. + અજીવ =૧૦ પ્રકારે જયણા કરવાની.
કહે કલાપૂર્ણસૂરિ-૧
*
* *
* * * *
* * * * *
* ૧૪૩