________________
સાચો ધર્મ' આ છે એક અન્યનો મત.
ઉત્તર : તમે “પાપના ઉદયથી દીક્ષા મળે છે.” એમ કહો છો. અમે પૂછીએ છીએ : “પુણ્ય-પાપ એટલે શું ?' “ભોગવતાં સંકલેશ થાય તે પાપ, સાતા રહે તે પુણ્ય.' એ જ સાચું લક્ષણ છે. પુણ્યાનુબંધી પુણ્યના ઉદયથી જ ગૃહસ્થત્વનો ત્યાગ થાય. પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય હોય તે જ સંસાર છોડી શકે.”
પુણ્ય-પાપની સંકલેશ-અસંકલેશરૂપ આ વ્યાખ્યા કરી. હવે વિચારો : વધુ સંકલેશે તો ગૃહસ્થપણામાં છે. સાધુને સંકલેશનો અંશ પણ નથી. બહારથી સારા દેખાતા મોટા પુંજીપતિઓ અંદરથી કેટલા દુઃખી હોય છે, તે તમે જાણો છો ?
દુનિયાના સૌથી શ્રીમંત વ્યક્તિએ એક પ્રશ્નના જવાબમાં કહેલું : દુનિયામાં સૌથી વધુ દુઃખી હું છું. અહીં સુખ ક્યાં છે ?
જોધપુરમાં એક ઘરે મુમુક્ષુપણામાં ગયેલો. એ શ્રીમંત ભાઈએ સન્માન કરીને મને શત-શત ધન્યવાદ આપીને કહ્યું : તમે સાચા માર્ગો છો. અમારે તો ધંધો વધ્યો છે તેમ ચિંતાનો કોઈ પાર રહ્યો નથી. ચિન્તા... ચિન્તા... ચિન્તા... એ માણસ જોધપુરનો મોટો શ્રીમંત હતો.
શશીકાન્તભાઈ : આજે ઉદ્યોગપતિ ઉદ્વેગપતિ છે.
એકભાઈ સુખી માણસ શોધવા નીકળેલો. સુખીમાં સુખી જૈન સાધુ છે. એમ જાણીને એ ભાઈ, ઘણી રખડપટ્ટી પછી જૈન મુનિ જંબૂવિજયજી મ. પાસે પહોંચ્યો. બે દિવસ સુધી સાધુચર્યાનું નિરીક્ષણ કર્યું. પૂછ્યું : આજીવિકાનું શું ? કેટલી મૂડી ?
દમ જ પૈસે વ્રતે હૈ, ન છૂત્તે હૈ, ન સ્ત્રી હ્યો છૂત્તે હૈ, न पानी को । संघ की व्यवस्था ही ऐसी है कि भोजनकी રિત્તા નહિ તો ' પેલો સ્તબ્ધ થઈ ગયો.
મને પણ કહેવામાં આવેલું : “તમે દીક્ષા લો છો ? એ પણ ગુજરાતમાં ? ત્યાં શું છે ? સાધુઓ તો દાંડે-દાંડે લડે છે.” મેં એક જ જવાબ આપેલો : “આપ ભલા તો જગ ભલા !'
તમે જુઓ છો : અહીં આવીને મેં ઝગડા નથી કર્યા. કહે કલાપૂર્ણસૂરિ-૧ * * * * *
* * * ૧૩૯